તાજમહેલ ખાતે હિન્દુ મહાસભાનાં કાર્યકરોએ ત્રિરંગો ફરકાવતા ખળભળાટ મચી ગયો : CISF દ્વારા તપાસનો ધમધમાટ
ખેડૂતોને રવિ પાક ઘઉં, ચણા, ધાણા, કલંજી તેમજ જીરૂ જેવા અનેક પાકો નિષ્ફળ જવાનો ડર
લખનૌ તા. ર૬
આગ્રામાં અખિલ ભારત હિન્દુ મહાસભા સાથે જાેડાયેલા કાર્યકરોએ આજે તાજમહેલ પર તિરંગો ફરકાવ્યો હતો. ભારત માતા કી જયના નારા લગાવ્યા. આનો VIDEO સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો. CISF મામલાની તપાસ કરી રહી છે.
ધ્વજ ફરકાવનાર કાર્યકરો નંદુ કુમાર અને નિતેશ ભારદ્વાજે કહ્યું કે, “તાજમહેલ, તેજાેમહાલય મંદિર છે. જ્યારથી તાજમહેલ બન્યો છે ત્યારથી પહેલીવાર અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. યોગીએ આહવાન કર્યું હતું કે તમામ મદરેસાઓ અને મસ્જિદોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવો ફરજિયાત છે, તેથી તેમણે અહીં ધ્વજ ફરકાવ્યો.”
હિંદુ મહાસભાના કાર્યકરો નંદુ કુમાર અને નિતેશ ભારદ્વાજે તાજમહેલને “તેજાેમહાલય” ગણાવતા તેને પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો દોહરાવ્યો. તેમનો દાવો છે કે જ્યારેથી તાજમહેલ બન્યો છે ત્યારથી પહેલીવાર અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે આહ્વાન કર્યું હતું કે તમામ મદરેસાઓ અને મસ્જિદોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવો ફરજિયાત છે, તેના માટે તેમણે અહીં ધ્વજ ફરકાવ્યો.
સંગઠનનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી તાજમહેલમાં હિંદુ ધાર્મિક ગતિવિધિઓની પરવાનગીની માગ કરી રહ્યા છે. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે સરકાર અને પુરાતત્વ વિભાગ ઐતિહાસિક તથ્યોને દબાવી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે અખિલ ભારત હિંદુ મહાસભાએ તાજમહેલને લઈને આ પ્રકારની ગતિવિધિ કરી હોય. આ પહેલા પણ ગત શ્રાવણ માસમાં સંગઠનના પદાધિકારીઓએ તાજમહેલ પરિસરમાં શિવલિંગ હોવાનો દાવો કરતા જળાભિષેક કરવાની વાત કહી હતી. તે દરમિયાન પણ સુરક્ષા એજન્સીઓએ તપાસના આદેશ આપ્યા હતા અને ઘણા પદાધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા.


