નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરીનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય અને કોર્પોરેટરો

નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરીનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય અને કોર્પોરેટરો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧ર
જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા સરોવરની કામગીરીનું નિરીક્ષણ તેમજ વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવે તેવી સુચના સાથે ગઈકાલે ધારાસભ્ય તેમજ કોર્પોરેટરોએ મુલાકાત લીધી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વોર્ડના તમામ કોર્પોરેટરો અને કાર્યકર્તા સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરોવર ખાતે ચાલી રહેલા બ્યુટિફિકેશન અને વિકાસ કાર્યોની ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરવાનો હતો. મુલાકાત દરમ્યાન ચાલી રહેલી કામગીરીને ઝીણવટપૂર્વક જાેઈ, કામની ગુણવત્તા જળવાઈ રહે અને પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રસ્તૃત તસ્વીરમાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનના કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા સંજયભાઈ કોરડીયા અને આગેવાનો દર્શાય છે.