બેંકોએ હવે દર મહિને વ્યાજદર જાહેર કરવા પડશે : રિઝર્વ બેંકનો આદેશ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૪
રિઝર્વ બેંકે લોનના વ્યાજદરો નક્કી કરવાની પદ્ધતિમાં પારદશિર્તા અને એકરૂપતા લાવવા માટે એક નવો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ નવા નિયમો હેઠળ બેંકો અને તમામ નિયમિત નાણાકીય સંસ્થાઓ (REs) એ દર મહિનાની પહેલી તારીખે તેમનાં ધિરાણ દરો (લેન્ડિંગ રેટ) જાહેર કરવા પડશે.
આ ઉપરાંત, ફ્લોટિંગ રેટ લોનના વ્યાજદરો દર ત્રણ મહિને ઓછામાં ઓછા એક વાર પુન:નિર્ધારિત (રિસેટ) કરવાના રહેશે. આરબીઆઈની આ સૂચિત માર્ગદશિર્કા અંગે ૧૧ સપ્ટેમ્બર સુધી જાહેર સૂચનો મંગાવવામાં આવ્યા છે અને આ આખરી નિયમો ૧ એપ્રિલ, ૨૦૨૭ થી અમલમાં આવશે.


