ભવનાથમાં ઈન્દ્રભારતી ઘુસેલો છે, તેણે પૈસાનો વ્યવહાર કર્યો છે માટે તેને બહાર કાઢો એટલે વાત પુરી : બજરંગદાસ બાપુ

ગુજરાતમાં તમારી સરકાર છે તેમ છતાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તમારૂ કેમ ચાલતું નથી : બજરંગદાસ બાપુ

ભવનાથમાં ઈન્દ્રભારતી ઘુસેલો છે, તેણે પૈસાનો વ્યવહાર કર્યો છે માટે તેને બહાર કાઢો એટલે વાત પુરી : બજરંગદાસ બાપુ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧
ગિરનાર પર્વત ઉપર કબ્જાે જમાવવાની જમન સમુદાય દ્વારા જે હિલચાલ થઈ રહી છે અને તે મતલબી જુદા-જુદા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને લઈને સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ઉઠવા પામી છે. ગઈકાલે એક ઘટનામાં જૈન વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત અમારો છે, અમારો રહેશે અને અમે લઈને જ રહેશું તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગિરનારના કબ્જાને લઈને ચાલતા વિવાદના મુદ્દે ગીર-સોમનાથના વેરાવળમાં આવેલા નીરાલી ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ આકરા પાણીએ છે. તેમણે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ચિમકી આપી છે અને જણાવ્યું છે કે, ગિરનાર ઉપર કોઈ ચાળો કરવામાં આવશે તો સનાતન સમાજ સાખી નહી લે તેમ જણાવ્યું હતું. દરમ્યાન ગિરનાર ઉપર કબ્જાે કરવાની વાતો કરતા જૈન સમાજના નામે એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, અમે ધરારથી ગિરનારનો કબ્જાે કરીશું. જેની સામે બજરંગદાસ બાપુ લાલઘુમ બન્યા છે અને જૈન સમાજને  હવે ચેતી જવા જણાવેલ છે. આ ઉપરાંત રાજય સરકારમાં બેઠેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ચેતવણી આપી છે અને જરૂર પડે ઉગ્ર આંદોલન કરતા પણ સનાતનીઓ અચકાશે નહી તેવી ચિમકી પણ આપી છે. ગઈકાલે નીરાલી ખોડીયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ ગિરનાર ઉપર કબ્જાે જમાવવા માટેની હિન હરકતો કરતા જૈન સમાજ સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે અને બજરંગદાસબાપુએ પાંચ મિનીટનો વિડીયો પણ વાયરલ કર્યો છે. તેમાં ઈન્દ્રભારતી બાપુને પણ આડેહાથ લીધા છે અને જણાવ્યું છે કે, ભવનાથમાં ઈન્દ્રભારતી ઘુસેલો છે, તેણે પૈસાનો વ્યવહાર કર્યો છે માટે તેને બહાર કાઢો એટલે વાત પુરી થાય તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. બજરંગદાસ બાપુએ આ વિડીયો કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સબંધીત તમામને આ વિડીયો મોકલી અને હિન્દુ સમાજની લાગણીને વાંચા આપી છે. વધુમાં બજરંગદાસ બાપુએ જણાવેલ છે કે, જૈનોના નામે વાયરલ થયેલા વિડીયોમાં એ વ્યક્તિ કહી રહી છે કે રપ હજાર લોકો ગિરનારમાં ઉમટી પડો તેની સામે બજરંગદાસ બાપુએ સનાતનીઓને જાગૃત થવા જણાવેલ છે. એટલું જ નહી જૂનાગઢના સનાતનીઓ તેમજ સનાતની ધર્મશાળા વાળા તેમજ ભવનાથમાં ગેસ્ટહાઉસ ખડકીને બેઠેલા મહાત્માઓને પણ જણાવેલ છે કે, જૈન વાણીયાને ઉતરવા માટેની જગ્યા ન આપે જેથી સંખ્યાનો પ્રશ્ન ન રહે. બજરંગદાસ બાપુએ પોતાના વાયરલ કરેલા વિડીયોમાં જણાવેલ છે કે, ગિરનાર પર્વતના આરક્ષણ માટે જરૂર પડયે પ હજાર મહાત્માઓને ઉતારી દેવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી ગિરનાર પર્વત પર સત્તા જમાવવાના જે કાવાદાવા ચાલી રહ્યા છે તેની સામે ભારે રોષ વ્યકત કર્યો હતો અને ભારે ઘર્ષણ થાય અને એકબીજાના મર્ડર થઈ જશે તો તેની તમામ જવાબદારી જીલ્લા કલેક્ટર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને પણ બજરંગદાસ બાપુએ જણાવ્યું છે કે, ગુજરાત સરકાર સનાતનીની તેમજ સાધુ-સંતોને ધર્મના નામે આગળ કરવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મસ્થાનોની રક્ષા કરવામાં સરકાર કેમ કોઈ કાર્યવાહી કરતી નથી ? ગાયોની હત્યા બાબતે પણ રજુઆતો કરવામાં આવતી હોવા છતાં અસરકાર પગલા લેવામાં આવતા નથી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે તેમજ કેમ થાય છે તેવો અઘરો સવાલ મુખ્યમંત્રીને બજરંગદાસ બાપુએ કરેલ છે. ગુજરાતમાં ભાજપની સરકાર અને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ભાજપના છે પણ તેનું ગુજરાત સરકારમાં કંઈ ઉપજતું નથી અને તેના દ્વારા કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. જૂનાગઢની જનતા હવે જાગે કારણ કે ગુજરાત સરકારમાં ધારાસભ્ય સંજય કોરડીયાનું કંઈ ચાલતું નથી. તમારી સરકાર હોવા છતાં સંજય કોરડીયા તમારૂ સરકારમાં કેમ ચાલતું નથી ? તેવો વેધક સવાલ પણ બજરંગદાસ બાપુએ કરેલ છે. અંતમાં ભવનાથ  વિસ્તારમાં જૈન સમાજ ઉમટી પડવાની જે હાંકલ વિડીયોમાં કરવામાં આવી છે તેને ધ્યાને લઈ એસઆરપીની ટુકડી તૈનાત કરવાની માંગણી પણ બજરંગદાસ બાપુએ કરી છે.