મધ્યપ્રદેશના ધારમાં પીકઅપ પલ્ટી જતા 16ના મોત
(એજન્સી) ધાર તા.30
મધ્ય પ્રદેશના ધારમાં ટાયર ફાટવાથી અનિયંત્રિત થઈને પિકઅપ વાહન ડિવાઈડર પર ચડીને પલટી ગયું હતું. વાહને 3-4 વાર પલટી ખાધી. આ દરમિયાન રસ્તાની બીજી બાજુ જઈને સ્કોપિર્યો સાથે પણ અથડાયું હતું. અકસ્માતમાં 16 લોકોના મોત થયા, 13 ઘાયલ છે. મૃતકોમાં 6 બાળકો પણ સામેલ છે. આ અકસ્માત ઇન્દોર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ચિકલિયા ફાટા પર જિયો પેટ્રોલ પંપ પાસે ગત રાત્રે લગભગ સાડા 8 વાગ્યે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પિકઅપમાં 35 મજૂરો સવાર હતા.


