મહાશિવરાત્રીના મેળામાં પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરે શિવ ભક્તિમય પ્રસ્તુતિઓ રજૂ કરી : ભાવિકો- શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા
જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ આગવી શૈલીમાં લોકસાહિત્યની વાતો રજૂ કરી શ્રોતાઓને ભક્તિમય કર્યા.
જૂનાગઢ તા.12
મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકોરે શિવ ભક્તિમય પ્રસ્તુતિઓ આપીને ભાવિકો- શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
ભવનાથ ગિરીતળેટીમાં મૈથિલી ઠાકુરે ભક્તિસભર માહોલમાં શિવ આરાધના સહિતના ભક્તિમય ગીતો - ભજનોની પ્રસ્તુતિ આપી હતી, આ ઉપરાંત લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્યની વાતો રજૂ કરી હતી.



