યુધ્ધ સમાપ્ત - સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો આખરે ઈરાન-અમેરીકા વચ્ચે સમજૂતી થઈ ગઈ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના પેરીસ વિશ્વ વિખ્યાત વર્સેલ્સ પેલેસમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા, જયારે ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પજશકીયાને પાટનગર તહેરાન ખાતે કરાર પર ડીજીટલી હસ્તાક્ષર કર્યા

યુધ્ધ સમાપ્ત - સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો આખરે ઈરાન-અમેરીકા વચ્ચે સમજૂતી થઈ ગઈ

પેરીસ/તહેરાન/વોશિંગ્ટન તા.18
અમેરિકા અને ઈરાન વચ્ચેના 108 દિવસના યુદ્ધ સહિતના તનાવમાં એક જબરી રાહતમાં બન્ને દેશો વચ્ચે થયેલી સમજુતીમાં ગઈકાલે G-7 દેશોની બેઠકમાં હાજરી આપવા ગયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ એક તરફ પેરીસના પેલેસમાં અને બીજી તરફ ઈરાનના પાટનગર તહેરાનમાં આ દેશના રાષ્ટ્રપતિ મસૂદ પેજેરિકસન એ ડીજીટલ સહી કરીને સમગ્ર વિશ્વ જે સમજુતીથી લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો તે અમલમાં આવી ગઈ છે.
અમેરિકા અને ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર કરાયેલા સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાનએ ગત મોડી રાત્રે ડિજિટલ હસ્તાક્ષર કર્યા, જેની સાથે જ આ કરાર લાગુ થઈ ગયો છે.
આ ડીલ સાથે સંકળાયેલા એક અમેરિકી અધિકારીએ બુધવારે રિપોર્ટરો સાથે થયેલી એક કોન્ફરન્સ કોલમાં 14 મુદ્દાવાળી ડીલની સંપૂર્ણ જાણકારી આપી છે. તે મુજબ હોર્મુઝને ફક્ત 60 દિવસ માટે મફત ખોલવાની વાત કહેવામાં આવી છે. તેમજ, ઈરાને પરમાણુ હથિયારો નહીં બનાવવાનો ભરોસો આપ્યો છે. તેના બદલામાં ઈરાન માટે 300 અબજ ડોલર (28 લાખ કરોડ રૂપિયા) નું ફંડ બનાવવામાં આવશે. અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે આ જાણકારી આપી.
 કરારના પ્રથમ મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા, ઈરાન અને તેમના સહયોગી દેશો વચ્ચે તમામ મોરચે સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. આમાં લેબનાન પણ સામેલ છે. સમજૂતીમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને ઇરાન એકબીજાની આઝાદી, સીમાઓ અને સાર્વભૌમત્વનું સન્માન કરશે. બંને દેશો એકબીજાના આંતરિક મામલાઓમાં દખલ પણ નહીં આપે. અમેરિકા અને ઈરાને વધુમાં વધુ 60 દિવસની અંદર અંતિમ કરાર પર વાતચીત પૂરી કરવા અને તેને લાગુ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જોકે, બંને દેશોની સહમતિ હોય તો આ સમયમર્યાદાને આગળ પણ વધારી શકાય છે. બંને દેશોના નેતાઓ દ્વારા સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવતાની સાથે જ 60 દિવસની આ સમયમર્યાદા શરૂ થઈ ગઈ છે.
અમેરિકા હસ્તાક્ષર કર્યા પછી ઈરાની બંદરો પર લગાવેલી પોતાની નૌકાદળની નાકાબંધી અને અન્ય અવરોધોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેશે. આ નાકાબંધી 30 દિવસની અંદર સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે.
કરાર પર હસ્તાક્ષર થતાં જ ઈરાને વચન આપ્યું છે કે તે પૂરા પ્રયાસ કરીને ફારસની ખાડી અને ઓમાનની ખાડી વચ્ચે આવતા-જતા વ્યાપારી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરશે. આ વ્યવસ્થા 60 દિવસ સુધી લાગુ રહેશે અને આ સમયગાળા દરમિયાન જહાજો પાસેથી કોઈ વધારાનો ટેક્સ લેવામાં આવશે નહીં.