સોમનાથ મહાદેવ મંદિર ખાતે ૩૦ દિવસીય પ૧ કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો પ્રારંભ

સોમનાથ મહાદેવ મંદિર ખાતે ૩૦ દિવસીય પ૧ કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો પ્રારંભ

(રાકેશ પરડવા દ્વારા) ગીર સોમનાથ તા. ૧૩
સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે ૩૦ દિવસનાં પ૧ કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વ કલ્યાણ અને ભકતોની સુખાકારી માટે મહામૃત્યુંજય મહાયજ્ઞા યોજાઈ રહયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોકતવિધિ વિધાન સાથે આજે યજ્ઞનો પ્રારંભ થયો હતો. આ તકે મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી પી.કે. લહેરી, જે.ડી. પરમાર સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં. સતત ૩૦ દિવસ સુધી મહામૃત્યુંજય મંત્રનો નાદ ગુંજી ઉઠશે.  દેશ વિદેશથી આવતા શિવભકતો પણ યજ્ઞમાં આહુતિ આપી શકશે. ભકતો માટે દરરોજ આહુતિનાં ૭ સ્લોટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અને હજારો શ્રધ્ધાળુઓ આ મહાયજ્ઞનો લાભ લઈ શકશે. શ્રાવણ માસમાં સોમનાથ પધારવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.