સરકારે સુપ્રિમ કોર્ટમાં કહયું : ‘‘અદાલતે ધામિર્ક બાબતોમાં દખલ ન કરવી જાેઈએ, ધર્મની વ્યાખ્યા ન કરવી જાેઈએ’’

સબરીમાલા મંદીરમાં મહિલાઓનાં પ્રવેશ મુદે સુપ્રિમ કોર્ટનાં ૯ જજાેની બંધારણીય બેંચ દ્વારા સુનાવણી

સરકારે સુપ્રિમ કોર્ટમાં કહયું : ‘‘અદાલતે ધામિર્ક બાબતોમાં દખલ ન કરવી જાેઈએ, ધર્મની વ્યાખ્યા ન કરવી જાેઈએ’’

નવી દિલ્હી તા. ૭
સુપ્રીમ કોર્ટ આજે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને એન્ટ્રી આપવાની મંજૂરી આપતા આદેશ અંગેના સમીક્ષા કેસની સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટીસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં ૯ જજાેની બંધારણીય બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.
વકીલો ચર્ચા કરી રહ્યા છે કે શું આ કેસ સબરીમાલા કેસની સમીક્ષા પર સુનાવણી છે, કે પછી તેમાં ઉલ્લેખિત સાત પ્રશ્નોના જવાબ આપવા સુધી મર્યાદિત રહેશે.
કેન્દ્રએ સુનાવણી પહેલાં તેના લેખિત જવાબમાં કહ્યું કેન્દ્ર સરકારનો તર્ક છે કે જાે કોર્ટ આવા ધોરણોના આધારે ધાર્મિક પ્રથાઓની સમીક્ષા કરે છે, તો તેઓ ધર્મ પર પોતાના દાર્શનિક વિચારો લાદશે, જે બંધારણ સાથે અસંગત છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે ધાર્મિક પ્રથા તર્કસંગત છે કે નહીં તે નક્કી કરવું બંધારણીય સમીક્ષાનો ભાગ હોઈ શકે નહીં.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું- કોર્ટે ધાર્મિક બાબતોમાં દખલ ન કરવી જાેઈએ. સુનાવણી પહેલાંના લેખિત જવાબમાં, કેન્દ્રએ જણાવ્યું હતું કે સબરીમાલામાં ૧૦ થી ૫૦ વર્ષની વયની મહિલાઓનો પ્રવેશ પ્રતિબંધિત છે કારણ કે ભગવાન અયપ્પાને "નૈષ્ઠિક બ્રહ્મચારી" માનવામાં આવે છે, એટલે કે તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. આનો મહિલાઓની શુદ્ધતા કે સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.
કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે મહિલાઓને અંદર જવા દેવાથી પરંપરાગત પૂજા પ્રથાઓમાં ફેરફાર થશે અને બંધારણ દ્વારા સુરક્ષિત ધાર્મિક વિવિધતાને નુકસાન પહોંચાડી શકે છે. તેણે સુપ્રીમ કોર્ટને કેરળના સબરીમાલામાં માસિક ધર્મની ઉંમરની મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને સમર્થન આપવા વિનંતી કરી. કેન્દ્રનું કહેવું છે કે આ મામલો સંપૂર્ણપણે ધાર્મિક શ્રદ્ધા અને ચોક્કસ ધાર્મિક જૂથના પોતાના નિયમો નક્કી કરવાના અધિકાર સાથે સંબંધિત છે, તેથી કોર્ટે તેમાં દખલ ન કરવી જાેઈએ. મસ્જિદોમાં મહિલાઓની એન્ટ્રી, દાઉદી બોહરા સમુદાયમાં મહિલાનું ખતના અને બીજા ધર્મમાં લગ્ન કરનારી પારસી મહિલાઓને ધાર્મિક સ્થળોમાં જવાનો અધિકાર મળે કે નહીં, કોર્ટ તેના પર પણ ર્નિણય કરશે.
ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે ભેદભાવ સંબંધિત આ સવાલો છેલ્લા ૨૬ વર્ષથી દેશની અલગ-અલગ કોર્ટોમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટ આજથી ૨૨ એપ્રિલ સુધી ૫૦થી વધુ અરજીઓ પર અંતિમ સુનાવણી કરશે.

૯ જજાેની બેન્ચ દ્વારા પાંચ મુદ્દાઓ પર સુનાવણી 
નવી દિલ્હી તા. ૭ :
૧. સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ: શું તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશનો અધિકાર છે? બેન્ચ નક્કી કરશે કે વર્ષ ૨૦૧૮માં ઇન્ડિયન યંગ લોયર એસોસિએશન ફજ સ્ટેટ ઓફ કેરળ કેસમાં હાઈકોર્ટનો ર્નિણય સાચો હતો કે નહીં. મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના આ ર્નિણયની સમીક્ષા કરવા માટે મંદિરના પૂજારી સહિત કેટલીક સંસ્થાઓએ અરજી કરી છે, તો કેટલાક સંગઠનો તેની વિરુદ્ધ છે.
૨. દાઉદી બોહરા સમુદાયમાં મહિલાઓનું ખતના: શું આ પ્રથા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે? ૨૦૧૭માં એડવોકેટ સુનીતા તિવારીએ દાઉદી બોહરા સમુદાયમાં મહિલા ખતનાનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.
૩. મસ્જિદોમાં મહિલાઓનો પ્રવેશ: શું મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાથી રોકી શકાય છે. ૨૦૧૬માં યાસમીન ઝુબેર અહેમદ પીરઝાદા નામની મહિલાએ મુસ્લિમ મહિલાઓના મસ્જિદમાં પ્રવેશનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.
૪. પારસી મહિલાઓનો અગ્નિમંદિરમાં પ્રવેશ: શું બિન-પારસી સાથે લગ્ન કરનાર પારસી મહિલાને અગ્નિમંદિરમાં પ્રવેશતા રોકી શાય છે? ૨૦૧૨માં પારસી મહિલા ગુલરૂખ એમ ગુપ્તાએ હિંદુ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. તેમને પારસી ધર્મસ્થાનોમાં પ્રવેશતા રોકવામાં આવ્યા. તેમણે આના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પારસી મહિલાઓના ધાર્મિક અધિકારને લઈને અરજી કરી. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.
૫. મુસ્લિમ પર્સનલ લો સાથે સંકળાયેલા લિંગભેદભાવના પ્રશ્નો: શું વ્યક્તિગત કાયદાઓને મૂળભૂત અધિકારોની કસોટી પર ચકાસી શકાય છે?