સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ દાદાને જરદોશી વર્કવાળા વાઘા અને ચાંદીનો મુગટ સાથે જૂઈ-ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો
સાળંગપુર તા.20
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી તારીખ 20-06-2026, શનિવારે દાદાને દિવ્ય જરદોશી વર્કવાળા વાઘા અને ચાંદીનો મુગટએવં મંદિરના ગર્ભગૃહને જૂઈ-ગુલાબના મિક્સ ફૂલોનો નયનરમ્ય અને કલાત્મક શણગારના દર્શન કરી હજારો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિરના ગર્ભગૃહમાં પુષ્પો ગુલાબી, જૂઈના સફેદ ફૂલો વડે શણગાર કરાયો હતો, સુખડીનો અન્નકૂટ ધરવાયો હતો. સવારે 05:30 કલાકેપૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી:સવારે ૦૭ કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના આ નયનરમ્ય અને કલાત્મક સ્વરૂપના દર્શન કરી હજારો શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે.


