સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવામાં માહેર જૂનાગઢની નેત્રમ શાખાને ૧૮મી વખત બેસ્ટ એવોર્ડ અપાયો
ઓકટોબર થી ડીસેમ્બર-ર૦રપનાં ત્રણ મહિનામાં જ ૩૧પ૬ કેસનો ઉકેલ લાવી રૂા. ર૮.૮૦ કરોડનો મુદામાલ રીકવર કર્યો
જૂનાગઢ તા. પ
જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રની નેત્રમ શાખાએ સીસીટીવી કેમેરાની મદદથી વિવિધ પ્રકારનાં ગુનાઓ ઉકેલવામાં ભારે સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે આ સફળતા બદલ જૂનાગઢની નેત્રમ પોલીસને ૧૮મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને અભિનંદનની વર્ષા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચનાથી નેત્રમ શાખા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરતી કામગીરી કરવામાં આવી રહી છે. નેત્રમ શાખાનાં પીએસઆઈ એચ.પી. મકવાણા સહિત રપ પોલીસ જવાનો નેત્રમ શાખામાં ફરજ બજાવે છે.
દરમ્યાન ડીજીપી કચેરી ખાતે નિયુકત કમીટી દ્વારા રાજયનાં તમામ જીલ્લાની કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવતા ઓકટોબરથી ડીસેમ્બર -ર૦રપ એમ ત્રણ મહિનામાં જ ૩૧પ૬ કેસનો ઉકેલ લાવી રૂા.ર૩.૮૦ કરોડનો મુદામાલ રીકવર કરવા સબબ જૂનાગઢ નેત્રમ શાખાને ભેદ ઉકેલવાની કેટેગરીમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો. જેને લઈને મહિલા પોલીસ કર્મચારી દક્ષાબેન પરમાર તથા પ્રજ્ઞાબેન જાેરાને ગાંધીનગર ખાતે ડીજીપી ડો. કે.એલ.એન. રાવે એવોર્ડ અપી સન્માનીત કર્યા હતા. આ સન્માન બદલ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ નેત્ર શાખાને અભિનંદન પાઠવ્યા હતા.


