સિંહોનું વર્તન અચાનક કેમ બદલાઈ ગયું ? વાઈલ્ડ લાઈફ નિષ્ણાંતો અભ્યાસ કરશે
જૂનાગઢ તા.14 :
ગુજરાતની શાન સમાન ગીર જંગલના સિંહો હવે લગભગ પુરા સૌરાષ્ટ્રમાં છવાઈ ગયા છે. પણ અચાનક આ સિંહો માનવભક્ષી બનવા લાગ્યા છે તથા અનેક વિસ્તારોમાં સિંહોની હાજરી જોખમી બની ગઈ છે.
જેમાં છેલ્લે જુનાગઢમાં ગીરનારની સીડી પરથી એક કિશોરને સિંહ ખેંચી ગયો અને તેનું મારણ કર્યુ પછી ફકત રેવન્યુ વિસ્તારમાંથી સિંહોને ફરી જંગલમાં મોકલી દેવાથી કે સલામતીના ઉપાયોથી જ આ સમસ્યા હલ થવાની નથી તે નિશ્ચિત થયું છે.
સિંહોની વસ્તી વધવાની જટીલ વિસ્તાર તેને ટુંકો પડે છે તો તેમનું મારણ પણ જે જંગલી પ્રાણીમાં છે તેમાં ઘટાડો થયો હોય તેવી શકયતા છે તથા રેવન્યુ એટલે કે જયાં માણસો, ગ્રામીણ ક્ષેત્રોની અવરજવર વધુ હોય ત્યાં પહોંચવા લાગ્યા છે અને ફકત પાલતુ માલઢોર નહી પણ માણસોને પણ શિકાર સમજવા લાગ્યા છે.
આમ સિંહોના બદલાયેલા વર્તન પાછળનું કારણ જાણવા હવે રાજય સરકારે વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયાની સહાય લેવાનો ર્નિણય લીધો છે. સિંહોના આ પ્રકારના વર્તન માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે અને તેમાં જંગલમાં વધતી પેશકદમી લોકો પણ આ પ્રાણીને સન્માન આપવાના બદલે તેને જે રીતે ઉશ્કેરે છે તેને પણ જવાબદાર ગણી શકાય છે.


