૧ એપ્રીલથી પાન, ક્રેડીટ કાર્ડ, ઈન્કમટેકસ રીટર્ન ફાઈલીંગના નિયમો બદલાશે

૧ એપ્રીલથી પાન, ક્રેડીટ કાર્ડ, ઈન્કમટેકસ રીટર્ન ફાઈલીંગના નિયમો બદલાશે

(એજન્સી)      નવી દિલ્હી તા.ર૬
૧ એપ્રિલથી ઘણા નાણાકીય નિયમો બદલાવાના છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિદા ખર્ચ પર પડવાની છે. આ ફેરફારો ખાસ કરીને નોકરિયાત વર્ગ, કરદાતાઓ અને રોકાણકારો માટે મહત્વના છે. જેમાં પાન કાર્ડ (ઁછદ્ગ), ૐઇછ, ક્રેડિટ કાર્ડ, ઇન્કમ ટેક્સ અને ૈં્ઇ ફાઇલિગ સાથે જોડાયેલા નિયમો સામેલ છે.
૧ એપ્રિલથી પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ સિવાય અન્ય દસ્તાવેજોની પણ જરૂર પડશે. અત્યાર સુધી આધાર કાર્ડનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી પાન કાર્ડ માટે અરજી કરી શકાતી હતી. જો કે, હવે તેમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવાયો છે. હવે આધાર કાર્ડની સાથે જન્મ પ્રમાણપત્ર, વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઈવિગ લાયસન્સ, ૧૦મા ધોરણનું સટિર્ફિકેટ અથવા અન્ય સરકારી દસ્તાવેજોની જરૂર પડશે.
સરકારના આ પગલાથી પાન કાર્ડ વધુ સુરક્ષિત બનશે. જો કે, પાન કાર્ડ બનાવવામાં પહેલા કરતા થોડો વધુ સમય લાગી શકે છે. સાથે જ હવે નવા ફોર્મ દ્વારા જ પાન કાર્ડ માટે અરજી કરવાની રહેશે.
હવે ૐઇછ (હાઉસ રેન્ટ એલાઉન્સ) ક્લેમ કરનારાઓ માટે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈ કર્મચારી ર્વાષિક રૂ.૧ લાખથી વધુ ભાડું ચૂકવે છે, તો તેણે મકાનમાલિકનો પાન નંબર આપવો ફરજિયાત રહેશે.
આ સાથે એ જાણકારી પણ આપવી પડશે કે મકાનમાલિક પરિવારના સભ્ય છે કે નહીં. ૧ એપ્રિલથી આ માટે અલગથી ફોર્મ ભરવું પડશે. નવા નિયમોનો હેતુ ખોટા કે નકલી ક્લેમ પર રોક લગાવવાનો છે.