ડો. સુભાષ યુનિવસિર્ટી ખાતે ૩ દિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સ કેમબાયો ઈનોવેટ-ર૦ર૬નો કાર્યક્રમ સફળ રીતે સંપન્ન

ડો. સુભાષ યુનિવસિર્ટી ખાતે ૩ દિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સ કેમબાયો ઈનોવેટ-ર૦ર૬નો કાર્યક્રમ સફળ રીતે સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૬
ડો. સુભાષ યુનિવસિર્ટી દ્વારા ઇન્ડિયન સોસાયટી ફોર કેમિસ્ટ એન્ડ બાયોલોજિસ્ટ (આઈએસસીબી)ના સહયોગથી તા.૧૭ થી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન ત્રણ દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કેમબાયો ઇનોવેટ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન તથા સંલગ્ન વિજ્ઞાનમાં રિસર્ચ, ઇનોવેશન અને આંતરવિષયક સહયોગને પ્રોત્સાહન આપતી આ પરિષદમાં ભારતના ૧૦થી વધુ રાજ્યો તથા શ્રીલંકાના ૩૦૦થી વધુ વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્રણ દિવસ દરમ્યાન નિષ્ણાંતો દ્વારા એડવાન્સ્ડ ડ્રગ ડિસ્કવરી, મેડિસિન ફ્રોમ નેચરલ પ્રોડક્ટ્સ, નેનોટેકનોલોજી ફોર ડ્રગ ડિસ્કવરી, એથ્નોબોટની ફોર લાઇફ, ગ્રીન કેમિસ્ટ્રી ફોર એન્વાયર્નમેન્ટ અને એઆઈ ઇન ડ્રગ ડિસ્કવરી સહિતના વિષયો પર વૈજ્ઞાનિક વ્યાખ્યાનો અને ચર્ચાઓ યોજાઈ હતી. સાથે જ સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે ઓરલ તથા પોસ્ટર પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ રિસર્ચ પેપર્સ માટે વાઇલી દ્વારા પબ્લિકેશન સપોર્ટ તથા રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી(આરએસસી), કેમ્બ્રિજ દ્વારા વિશિષ્ટ પુરસ્કારો પ્રાયોજિત કરવામાં આવ્યા હતા. સમાપન સમારોહમાં ડો. અનામિક શાહ, પ્રેસિડેન્ટ, આઈએસસીબી અને ફોર્મર વાઇસ-ચાન્સેલર, ગુજરાત વિદ્યાપીઠ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રેષ્ઠ રિસર્ચ તથા પ્રેઝન્ટેશન માટે પ્રતિભાગીઓને પુરસ્કાર એનાયત કર્યા હતા. પરિષદના ભાગરૂપે ડો. સુભાષ યુનિવસિર્ટી દ્વારા પ્રતિભાગીઓ માટે કોમ્પ્લિમેન્ટરી સાસણ સફારીની વ્યવસ્થા પણ કરવામાં આવી, જેના માધ્યમથી તેમને ગીરના પર્યાવરણ અને જૈવવિવિધતાને સમજવાનો અવસર મળ્યો. આ પ્રસંગે ડો. સુભાષ યુનિવસિર્ટીના પ્રમુખ રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડો. દીપક પટેલેકોન્ફરન્સની સફળતા બદલ સમગ્ર આયોજન ટીમ, સંશોધકો, વૈજ્ઞાનિકો, પ્રતિભાગીઓ અને સહયોગી સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.