બિહાર ચૂંટણીમાં ભાજપે નવ મહીલા સહીત 71 ઉમેદવારની યાદી જાહેર કરી
મંગલ પાંડે સિવાનથી અને સમ્રાટ ચૌધરી તારાપુરથી ચૂંટણી લડશે
મંગળવાર તા.14
બિહાર વિધાનસભાની આગામી યોજાનાર ચૂંટણીને ધ્યાને લઈને ભાજપે 71 ઉમેદવારની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અનેક વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરાયા છે, જયારે અનેક નવા ચહેરાને તક આપવામાં આવી છે. જે દર્શાવે છે કે પાર્ટીએ પ્રથમ તબક્કાની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જાહેર કરાયેલ યાદીમાં તારાપુરથી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને લખીસરાયથી વિજયસિંહાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મંત્રીઓ નીતીશ મિશ્રા, રાજુસિંહ, કૃષ્ણકુમાર મન્ટુ, સુરેન્દ્ર મહેતા, સંજય સરાવગી, ડો. પ્રેમકુમાર, મંગલ પાંડે, નીરજકુમાર બબલુ, ડો. સુનિલકુમાર અને જીવેશ મિશ્રાને પણ ટિકિટ મળી છે. આ યાદીમાં નવ મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે. જમુઈથી શ્રેયસીસિંહ, પરિહારથી ગાયત્રીદેવી, વારીસાલીગંજથી અરુણાદેવી, બેતિયાથી રેણુંદેવી, ઔરાઈથી રમા નિષાદ, કિશનગંજથી સ્વીટીસિંહ, નરપતગંજથી દેવંતી યાદવ, પ્રાણપુરથી નિશાસિંહ અને કોડર્માથી કવિતા દેવીનો યાદીમાં સમાવેશ થાય છે.
જયારે કુમ્હરારથી પાંચ વખત ધારાસભ્ય રહેલા અરુણકુમાર સિંહાની ટિકિટ રદ કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ નંદકિશોર યાદવની ટિકિટ પણ રદ કરવામાં આવી છે.





