હિમાચલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 9 લોકોના મોત : જનજીવન ઠપ્પ
સિમલા તા.3
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં વરસી રહેલા અનરાધાર વરસાદ અને ત્યારબાદ સર્જાયેલી ભૂસ્ખલનની અલગ-અલગ દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના હૃદયદ્રાવક અહેવાલ સામે આવ્યા છે. કુદરતી આફતને કારણે રાજ્યનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.


