અમેરીકા સાથેની ટ્રેડ ડીલથી સોનુ-ચાંદી-શેરબજારમાં તેજીનો પવન : ચાંદીમાં રૂા.૧પ,૦૦૦ - સોનામાં રૂા.૩,૦૦૦નો ઉછાળો

અમેરીકા સાથેની ટ્રેડ ડીલથી સોનુ-ચાંદી-શેરબજારમાં તેજીનો પવન : ચાંદીમાં રૂા.૧પ,૦૦૦ - સોનામાં રૂા.૩,૦૦૦નો ઉછાળો

(બ્યુરો)               રાજકોટ, તા.૯
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનું ફ્રેમ વર્ક જાહેર કરી દેવામાં આવ્યું છે અને તેનો પ્રભાવ હોય તેમ આજે શેરબજારમાં જોરદાર તેજી સર્જાઇ હતી. ઉપરાંત સોના-ચાંદી પણ સળગ્યા હતા. 
ગત સપ્તાહના નોંધપાત્ર ઉતાર-ચઢાવ પછી, આજે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. બુલિયન વેબસાઇટ અનુસાર ચાંદી રૂા.૧૪,૮૦૦ વધીને રૂા.૨.૬૫ લાખ પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે સોનું રૂા.૩,૦૫૦ વધીને રૂા.૧.૫૮ લાખ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયું. શરૂઆતના વેપારમાં સ્ઝ્રઠ પર ચાંદી રૂા.૫,૧૮૫ વધીને રૂા.૨.૪૯ લાખ પ્રતિ કિલો થઈ ગઈ. સોનાના ભાવ રૂા.૩,૪૨૮ વધીને રૂા.૧.૫૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયા.