ઉના નગરપાલિકાની તમામ 36 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

ઉના નગરપાલિકાની તમામ 36 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

ઉના તા.28
ઉના નગરપાલિકાની 36 બેઠકોનું પરીણામ જાહેર થતાં 36 બેઠકો ઉપર ભાજપનાં ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીમાં ઉના પંથકે વિજયનો ઈતિહાસ રચ્યો છે અને ભાજપને સંપૂર્ણ બહુમતી અપાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉના પંથક એટલે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પુંજાભાઈ વંશનો ગઢ ગણાય છે અને પુંજાભાઈ વંશનાં મુખ્ય વિસ્તારમાં ભાજપે 36માંથી 36 બેઠકો જીતી ભાજપનો ગઢ સ્થાપીત કર્યો  છે. ઉના નગરપાલીકાની યોજાયેલી ચૂંટણીનાં પરીણામ જાહેર થતાં તમામ બેઠકો ભાજપને મળી છે. જેમાં વોર્ડ નં.પમાં જલ્પાબેન બાંભણીયા-2415, અસ્મીતાબેન બાંભણીયા - 2812, ગીરીશભાઈ પરમાર (બિનહરીફ) અને અશ્વિનભાઈ ડાભી 2761 મતથી વિજેતા થયા છે. આ ઉપરાંત વોર્ડ નં.6માં રસીલાબેન બાંભણીયા (બિનહરીફ), બિન્દુબેન તન્ના -1789, મિતેશભાઈ શાહ - 17020, હોતચંદ સોમજાણી - 1678 મતો સાથે વિજેતા જાહેર થતાં તેઓને અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી.
જયારે વોર્ડ નં.1માંં અફસાનાબેન કાસમાણી - 2881, શિવાનીબેન વાજા - 2476, વિનોદભાઈ બાંભણીયા - 2617, નીહાદભાઈ બ્લોચ 2679 મતે વિજેતા થયા છે. જયારે વોર્ડ નં.3માં નજમાબેન ખોજજાદા (બિનહરીફ), મીનાબેન દેસાઈ (બિનહરીફ), અબ્દુલાભાઈ શેખ - 1992, મ. સોહિલભાઈ કચરા - 1874 મતથી વિજેતા થયેલ છે.
વોર્ડ નં. 7માં ભાજપની આખી પેનલ વિજેતા બની છે. ભાજપનાં પરેશભાઈ બાંભણીયા 2159, રાજલબેન બારોટ 2312, કિરણબેન બાંભણીયા 2243 અને કેયુર મૈયા 2091 મતથી વિજેતા બન્યા છે. જયારે વોર્ડ નં.7માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. અને અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર ઉના નગરપાલિકાની ગત તા.26 એપ્રીલનાં રોજ યોજાયેલી ચુંટણીનું આજે પરીણામ જાહેર થયું છે અને વિવિધ બેઠકોનાં પરીણામો જાહેર થતાં ૩૬ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે.