જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજમાં SSIP સેન્સિટાઈઝેશન કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની તકો અંગે માર્ગદર્શન અપાયું, 70 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા

જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજમાં SSIP સેન્સિટાઈઝેશન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ, તા. 12
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે રાજ્ય સરકારની Student Startup and Innovation Policy (SSIP 2.0) અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી SSIP Sensitization Programનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન માધ્યમથી યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન બહાઉદ્દીન સાયન્સ કોલેજના SSIP સંયોજક પ્રશાંત વાછાણી રિસોર્સ પર્સન તરીકે જોડાયા હતા. તેમણે વિદ્યાર્થીઓને SSIP 2.0 હેઠળ મળતી વિવિધ તકો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને Proof of Concept (PoC), સ્ટાર્ટઅપની શરૂઆત અને વિકાસ, ગ્રાન્ટ સહાય તેમજ નવીન વિચારોને વ્યવહારુ સ્વરૂપ આપીને સફળ સ્ટાર્ટઅપમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ઉપલબ્ધ સહાય અને યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના રિસોર્સ પર્સન દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આશરે 70 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર આયોજન કોલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ SSIP કોર્ડિનેટર ડૉ. દીપિકા કેવલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રો. આર. એસ. પરમાર, ડૉ. જિગ્નેશ કાચા અને ડૉ. મેઘરાજસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને SSIP યોજનાનો મહત્તમ લાભ લેવા અને પોતાની અંદર રહેલા નવીન વિચારોને પ્રોત્સાહન આપી તેને સ્ટાર્ટઅપના સ્વરૂપમાં વિકસાવવા માટે અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળે તેવા હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ ઉપયોગી રહ્યો હોવાનું કોલેજ દ્વારા જણાવાયું છે.