જૂનાગઢમાંથી રૂા.1,12,500ની કિંમતનાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જૂનાગઢમાંથી રૂા.1,12,500ની કિંમતનાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.2
જૂનાગઢના અગ્રાવત ચોક નજીકથી એસઓજીની ટીમે એક શખ્સને 2.250 કિલો ગાંજા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી  એસ.ઓ.જી. જૂનાગઢના પો.કોન્સ. રોહિતભાઈ રામકુભાઈ ધાધલ ને મળેલ હકીકત આધારે સફળ રેઇડ કરી અકરમ રફીકભાઇ દોમાન રહે.જૂનાગઢ, જોષીપરા, આદિત્યનગર વાળાએ ઓડિશા રાજ્ય ખાતેથી પોસ્ટ મારફતે ઉપેન્દ્ર શાહુ પાસેથી ગાંજાનો જથ્થો મંગાવેલ જે ગાંજાનો જથ્થો પોસ્ટમેન પાસેથી મેળવી લઈને નિકળતા જુનાગઢ ખાતે અગ્રાવત ચોકથી નંદનવન શાકમાર્કેટની વચ્ચે જુનાગઢ બી ડીવીજન પો.ઇન્સ. તથા એસ.ઓ.જી. સ્ટાફ વોચમાં રહી અકરમ રફીકભાઇ દોમાનને વનસ્પતિ જન્ય ગાંજો (મેરીજુઆના હસીસ) 2.250 કિલોગ્રામ કુલ કિ.રૂ.1,12,500 મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.20,000, હીરો સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ.30,000/- મળી કુલ કિ.રૂ.1,62,500/- ના મુદામાલ સાથે પકડી મુદામાલ કબ્જે કરી બી ડીવીઝન પોલીસ મથકે અકરમ રફીક દોમા અને હાજર નહી મળી આવેલ ઉપેન્દર શાહુ વિરૂધ્ધ એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.