જૂનાગઢ બહાઉદ્દીન વિનયન કોલેજ ખાતે SSIP સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ યોજાયો
જૂનાગઢ તા. ૭
બહાઉદ્દીન વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે તા. ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાજ્ય સરકારની Student Startup and Innovation Policy (SSIP 2.0) અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા અંગે જાગૃતિ લાવવા માટે SSIP Sensitization Program નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઓનલાઈન માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજના SSIP સંયોજક પ્રશાંત વાછાણી રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને SSIP 2.0 હેઠળ ઉપલબ્ધ વિવિધ તકો, Proof of Concept (PoC), સ્ટાર્ટઅપ વિકાસ, ગ્રાન્ટ સહાય તેમજ નવીન વિચારોને સફળ સ્ટાર્ટઅપમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં બહાઉદ્દીન વિનયન કોલેજના ૭૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ કોલેજના SSIP Coordinator ડૉ. દીપિકા કેવલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રો. આર. એસ. પરમાર, ડૉ. જિગ્નેશ કાચા તથા ડૉ. મેઘરાજસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓને SSIP યોજનાનો મહત્તમ લાભ લઈ પોતાના નવીન વિચારોને સ્ટાર્ટઅપમાં પરિવર્તિત કરવા અપીલ કરવામાં આવી હતી.


