મોદીએ મેલોનીને મેલોડી ટ્રોફી ભેટ આપી
મીરાન તા.20
પીએમ મોદીએ ઈટાલીના પીએમ જ્યોજિર્યા મેલોનીને ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી. PM મેલોનીએ એક્સ પર આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું- “વડાપ્રધાન મોદી મારા માટે ગિફ્ટમાં ખૂબ જ સરસ ટોફી લઈને આવ્યા- મેલોડી. ગિફ્ટ માટે થેંક્યુ” આ પહેલા PM મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં મંગળવારે ઈટાલી પહોંચ્યા. જ્યાં વડાપ્રધાન મેલોનીએ તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ રોમના રસ્તાઓ પર સાથે કાર રાઈડ કરી અને આશરે 2000 વર્ષ જૂના ઐતિહાસિક કોલોસિયમ ની મુલાકાત પણ લીધી. અગાઉ બંને નેતાઓએ સાથે ડિનર પણ લીધું હતું અને અનેક મહત્ત્વના મુદ્દાઓ પર અનૌપચારિક વાતચીત કરી હતી. મેલોનીએ મોદી સાથે સેલ્ફી શેર કરતા લખ્યું, "વેલકમ માય ફ્રેન્ડ."


