રીઝર્વ બેંકે વ્યાજદર યથાવત રાખ્યા : લોન સસ્તી નહીં થાય
(એજન્સી) મુંબઇ તા.૧:
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં)એ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એને ૫.૫% પર યથાવત્ રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે લોન વધુ મોંઘી નહીં થાય અને તમારો ઈસ્ૈં વધશે નહીં. ઓગસ્ટમાં પાછલી બેઠકમાં પણ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.
આ ર્નિણય ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ઇમ્ૈં ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે, ૧ ઓક્ટોબરના રોજ આ જાહેરાત કરી હતી. ઇમ્ૈં ગવર્નરે કહ્યું હતું કે કમિટીના તમામ સભ્યો વ્યાજદર સ્થિર રાખવાના પક્ષમાં હતા. ફુગાવામાં ઘટાડો થવાને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો હતો.
ભારતીય રિઝર્વ બેંક (ઇમ્ૈં) જે દરે બેંકોને ધિરાણ આપે છે એને રેપો રેટ કહેવામાં આવે છે. દરમાં કોઈ ફેરફાર ન થાય, એટલે વ્યાજદર વધશે કે ઘટશે નહીં.
ફેબ્રુઆરીની બેઠકમાં ઇમ્ૈંએ વ્યાજદર ૬.૫%થી ઘટાડીને ૬.૨૫% કર્યો. લગભગ પાંચ વર્ષ પછી મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ પ્રથમ દર ઘટાડો હતો. એપ્રિલની બેઠકમાં બીજો દર ઘટાડો ૦.૨૫% હતો. જૂનમાં ત્રીજો દર ઘટાડો ૦.૫૦% હતો. આનો અર્થ એ થયો કે નાણાકીય નીતિ સમિતિએ ત્રણ રાઉન્ડમાં વ્યાજદરમાં ૧% ઘટાડો કર્યો.


