શ્રાવણ માસનાં પ્રારંભે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બિરાજતા સિધ્ધેશ્વર મહાદેવનાં દર્શને હરીભકતો ઉમટી પડયા
જૂનાગઢ તા. ૧૩
શ્રાવણ માસનાં પ્રથમ દિવસે જ જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બિરાજતા મહાપ્રતાપી અને ભકતોની મનોકામના સિધ્ધ કરનારા શ્રી સિધ્ધેશ્વર મહાદેવનાં દર્શનાર્થે આજે હરીભકતો, ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. શ્રાવણ માસ દરમ્યાન અહીં બિરાજતાા દેવોને વિશેષ શણગાર અને પૂજા કરવામાં આવી રહેલ છે. રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડનાં ચેરમેન પૂ. પી.પી. સ્વામી, મહંત પૂ. ધર્મકિશોરજી તેમજ સંતો અને ટ્રસ્ટી ગણનાં માર્ગદર્શન હેઠળ હરીભકતો અને સેવકો દ્વારા ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી છે તેમ મેનેજર પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવેલ છે.


