સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઈવે પર અકસ્માતે દિપડાનું મોત : વાહન ચાલક ફરાર
(રાકેશ પરડવા દ્વારા) ગીર સોમનાથ તા. ૧૮
ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઈવે પર અકસ્માતે દિપડાનું મોત થયું હતું. સુત્રાપાડાનાં સીમસર ગામ નજીક આ દુર્ઘટના સર્જાય હતી. અકસ્માતમાં દિપડાનું ઘટના સ્થળે જ મૃત્યું થયું છે. અને અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડયા હતાં. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ બે દિપડા રોડ ક્રોસ કરી રહયા હતાં તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. વધુમાં એક દિપડો નજીકનાં વાડી વિસ્તારમાં હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસની કામગીરી હાથ ધરી હતી.


