સોમનાથ અને હરિદ્વાર સુપ્રસિધ્ધ તીર્થધામોને જાેડતી રેલ્વે સેવા કાયમી આપવા માંગ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.18
સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન જાેઈન્ટ સેક્રેટરી તથા વેરાવળ રેલ્વે કન્સલટ કમિટી સભ્ય મુકેશ ચોલેરાએ રેલ્વે મંત્રાલય સમક્ષ વેરાવળ-હરિદ્વાર વિશેષ ટ્રેનને કાયમી ધોરણે નિયમીત સેવા તરીકે ચાલું કરવા રેલમંત્રાલય સમક્ષ અરજ અહેવાલ અને રૂબરૂ મળી માંગણી કરી છે. હાલ આ ટ્રેન માત્ર એક માસ માટે વીકલી કાર્યરત કરાઈ છે. મુકેશ ચોલેરાએ જણાવ્યું હતું કે, આ ટ્રેન માર્ગ સોમનાથ, સારંગપુર, મોઢેરા, અજમેર, ખાટુ શ્યામજી અને હરિદ્વાર જેવા મુખ્ય ધાર્મિક અને વ્યાપારી મથકો સુધી સીધી મુસાફરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલમાં શરૂ કરાયેલી વિશેષ ટ્રેન છે તેને મર્યાદિત સમય માટે નહી પરંતુ નિયમીત ટ્રેન તરીકે કાયમી ધોરણે ચલાવવા તેમણે ભારપૂર્વક જણાવ્યું છે. મુસાફરોને વર્ષભર સરળ, સલામત અને સમયબધ્ધ મુસાફરી લાભ મળી શકે તે માટે મંજુરી આપવા વિનંતી કરી છે. જાે આ ટ્રેન કાયમી કરાય તો ધાર્મિક પર્યનને નવી ગતિ મળશે. આ પત્રની નકલ તેમણે રેલ્વે મંત્રાલયને ઉપરાંત સાંસદો અને વિવિધ પદાધિકારીઓને પણ જાણ તથા યોગ્ય ઘટતું કરવા મોકલી છે.


