ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ ગિરનાર બચાવો અભિયાનમાં ગુરૂવારે નીકળનાર મહારેલીમાં દાતાર ભક્તો અને સેવકોને જોડાવા વીડિયોના માધ્યમથી આહવાન કર્યું

ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ ગિરનાર બચાવો અભિયાનમાં ગુરૂવારે નીકળનાર મહારેલીમાં દાતાર ભક્તો અને સેવકોને જોડાવા વીડિયોના માધ્યમથી આહવાન કર્યું

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૬
જૂનાગઢ ગિરનાર બચાવો અભિયાનમાં ઉપલા દાતારની જગ્યાના મહંત શ્રી ભીમ બાપુએ પણ એક પ્રજા જોગ નિવેદનમાં જણાવ્યું હતું કે ગિરનાર પર્વત ઉપર ૩૩ કરોડ હિન્દુ દેવી-દેવતાઓનો વાસ છે તેવા પવિત્ર ગિરનારમાં સનાતન ધર્મ વિરૂદ્ધ જે કાવતરા થઈ રહ્યા છે તેને કોઈપણ સંજોગોમાં સાખી ન લેવાય નહિતર આવનારી પેઢી આપણને માફ નહીં કરે હાલમાં અમે મીડિયાના માધ્યમથી ગિરનાર બચાવવા માટે જે અભિયાન હાથ ધરાયું છે. જેમાં તમામ ગિરનાર પ્રેમી સાથે સનાતની સાધુ-સંતો અને સામાજિક સંસ્થાઓ અને ગિરનારમાં વસતા તમામ લોકોએ એક થઈને આગામી તારીખ ૨૩ને ગુરૂવારે સાંજના ૪:૩૦ કલાકે જે મહારેલીનું આયોજન કરાયું છે અને આ મહારેલી ઝાંસીની રાણીની પ્રતિમા નજીકથી એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર એક રજૂઆત સ્વરૂપે રજૂ કરવામાં આવશે. તો આ ધર્મ યુદ્ધના કાર્યમાં અમે પણ સાથ આપી અમારા દાતાર ભક્તોને આહવાન કરી રહ્યા છીએ કે ગિરનાર બચાવવાના આ કાર્યમાં મોટી સંખ્યામાં સૌ સનાતનીઓ ગિરનાર પ્રેમી દાતાર પ્રેમીઓ જોડાઈ તેવી હું દાતારની જગ્યાના મહંત તરીકે અપીલ કરૂ છું અમે અમારી આસનસિદ્ધની પરંપરાથી કદી જગ્યા છોડી ક્યાંય જતા નથી પણ અમારો બહોળો સેવક સમુદાય પૂરા ગુજરાત અને ભારતભરમાં ફેલાયેલો છે. તે તમામ દાતાર ભક્તો અને સેવકોને ગિરનાર પ્રત્યે ઋણ ચૂકવવા સૌ કોઈ હાજર રહે તેવી હું આ વીડિયોના માધ્યમથી એક જાહેર અપીલ કરૂ છું.