કોંગ્રેસની રજુઆતનો પડઘો : ટીનમસ ફાટકે સર્કલ મુકવા પ્રશ્ને અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યુ
જૂનાગઢ તા.18
જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં ટીનમસ ફાટકે સર્કલ ન હોવાનાં કારણે અવાર નવાર જીવલેણ અકસ્માતનાં બનાવ બને છે. તાજેતરમાં જ ટીનમસ ફાટકે અકસ્માતનો એક બનાવ બનેલ જેમાં એક દંપત્તિનું મૃત્યું થયુ હતું. અત્યાર સુધીમાં ટીનમસ ફાટકે 7 જેટલા અકસ્માતનાં બનાવો બનેલ છે. અને અકસ્માતનાં બનાવો બનતા અટકાવવા તેમજ વધુ કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય તે માટે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીનાં મહામંત્રી વી.ટી. સીડા દ્વારા આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી તેમજ 30 દિવસમાં ટીનમસ ફાટકે સર્કલ બનાવવામાં નહી આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. દરમ્યાન જીલ્લા કલેટકર દ્વારા જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીનાં મહામંત્રી વી.ટી. સીડાની રજુઆતને ધ્યાને લઈ અધિકારીઓને તાત્કાલીક સ્થળ નિરીક્ષણ કરવા અને જરૂરી પગલા લેવા આદેશ કરવામાં આવેલ. જે અંતર્ગત ગઈકાલે જૂનાગઢ જીલ્લા આરટીઓ અધિકારી તેમજ નેશનલ હાઈવે ઓથોરીટીનાં અધિકારીઓએ ટીનમસ ફાટકની મુલાકાત લીધી હતી. આ તકે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વી.ટી. સીડા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જાેષી તેમજ કોંગ્રેસ પક્ષનાં અગ્રણીઓ અને વંથલીના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહયા હતાં.


