કેનેડાની હાઈસ્કુલમાં અંધાધૂંધ ગોળીબાર : ૧૦ના મોત - રપ ઘાયલ

કેનેડાની હાઈસ્કુલમાં અંધાધૂંધ ગોળીબાર : ૧૦ના મોત - રપ ઘાયલ

(એજન્સી)     ઓટાવા તા.૧૧
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ટમ્બલર રિજ શહેરમાં એક હાઈસ્કૂલમાં ગોળીબાર થયો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર આ ઘટનામાં ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫ ઘાયલ છે. હજુ સુધી એ જાણકારી નથી આવી કે મૃત્યુ પામેલાઓમાં કોઈ વિદ્યાર્થી છે કે નહીં. સાવચેતીના ભાગરૂપે શાળાને બંધ કરી દેવામાં આવી છે. વિસ્તારના ધારાસભ્ય લેરી ન્યુફેલ્ડે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તેમણે લોકોને અપીલ કરી કે જે લોકો પોતાના પરિવારજનોને શોધવા માટે બહાર નીકળી આવ્યા છે, તેઓ પોતાના ઘરે પાછા ફરે અને ત્યાં જ સુરક્ષિત રહે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ આ ગોળીબાર બાદ પોતાનો જર્મની પ્રવાસ રદ કરી દીધો છે. સરકારી વેબસાઈટ અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ધોરણ ૭ થી ૧૨ સુધીના કુલ ૧૭૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.