દ્વારકાના નાગેશ્વર રોડ પર સર્જાયેલ અકસ્માતમાં પી.જી.વી.સી.એલ.ના કર્મચારીનું મૃત્યુ

હાઈવે વચ્ચેનું ગ્રીન ડીવાઈડર બન્યું મોતનું કારણ?

દ્વારકાના નાગેશ્વર રોડ પર સર્જાયેલ અકસ્માતમાં પી.જી.વી.સી.એલ.ના કર્મચારીનું મૃત્યુ

(પ્રતિનિધિ દ્વારા)
દેવભૂમિ દ્વારકા તા. ૧
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર રોડ પર સર્જાયેલ અકસ્માતમાં પીજીવીસીએલના કર્મચારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયુ હતું. લંચ બ્રેકમાં આવેલ પીજીવીસીએલના કર્મચારીને પુરપાટ ઝડપે આવેલ બાઈક ચાલકે હડફેટે લેતાં દિપુભાઈ નાયાણી નામના કર્મચારીનું દુ:ખદ મોત નિપજયું હતું. સ્થાનીકોના મતે નાગેશ્વર રોડ પર હાઈવે વચ્ચે નાખવામાં આવેલ ઊંચા ગ્રીન ડીવાઈડરને લીધે હાઈવે રોડની બીજી તરફનો ટ્રાફીક બ્લાઈન્ડ વ્યુ બની જતાં રોડ ક્રોસીંગ કરનારાઓ માટે આફતનું કારણ બન્યુ છે. આ અંગે વારંવાર રજૂઆતો છતાં કામગીરી ન થતાં છેલ્લા મહિનાઓમાં અવાર-નવાર નાના-મોટા અકસ્માતોનો ભોગ રાહદારીઓ બની રહયા હોય ડીવાઈડર પરના હાઈલાઈટરો દૂર કરી સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનીકોમાં માંગ ઉઠવા પામી છે.