પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરે લોથલની મુલાકાત લેશે.
ભાવનગરમાં કરશે રોડ શો અને કરોડોના વિકાસકાર્યોનુ લોકાર્પણ કરશે.
પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ એકદિવસીય ગુજરાતના પશ્ચિમ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. ભાવનગર મુલાકાત બાદ પીએમ મોદી લોથલની મુલાકાત લેવાના છે. વિશ્વપ્રસિદ્ધ લોથલ પુરાતત્વ સ્થળની રૂબરૂ મુલાકાત લેશે કે જ્યાં સિંધુ ઘાટી સંસ્કૃતિનો વૈભવ અને હેરિટેજ મ્યુઝીયમનું અવલોકન કરીને રાજ્યના સંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધોલેરા અને લોથલ બંનેના સ્થળોના અધિકારીઓ તથા પ્રોજેક્ટ ટીમો સાથે સમીક્ષા કરશે તેમજ પ્રદેશના વિકાસ, રોજગાર સર્જન અને આંતરરાષ્ટ્રીય રોકાણના નવા અવસરો પર વિચારવિમર્શ કરશે


