બહાઉદીન આર્ટસ કોલેજ જૂનાગઢ ખાતે NCC ARMY વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવ્યું
જૂનાગઢ, તા.૧
જૂનાગઢની ઐતિહાસીક બહાઉદીન આર્ટસ કૉલેજ ખાતે પ્રથમ વર્ષ બીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે NCC આર્મી કેડેટની પસંદગી તા.૨૫/૦૮/૨૦૨૬ના રોજ કરવામાં આવી હતી જેમના માટે ૮ ગુજરાત બટાલિયન એનસીસી જૂનાગઢથી કર્નલ મનદિપ સર તેમજ પીઆઈ. સ્ટાફ આવેલ હતા. કૉલેજના એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ ડૉ. રાજીવ ડાંગર દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે પ્રથમ વર્ષ.બી.એ.માં કુલ ૧૦૦ વિદ્યાર્થીઓએ એનસીસીમાં જાેડાવા માટે અરજી કરી હતી તેમાંથી કુલ ૩૨ વિદ્યાર્થીઓને NCC આર્મી માટે પસંદ કરવામાં આવ્યા છે . તેમની પસંદગી માટે શારીરિક ક્ષમતા, લેખિત પરીક્ષા ઈન્ટરવ્યુ અને પર્સનાલિટી વગેરે જાેવામાં આવે છે. એનસીસી B અને C સર્ટિફિકેટ મેળવનાર કેડેટને આર્મી, વન વિભાગ, પોલીસ અને અર્ધસૈનિક દળ વગેરેમાં અલગથી માર્કસ આપવામાં આવતા હોવાની સાથે શિસ્ત, સમય પાલન, પર્સનાલિટી ડેવલપમેન્ટ, નેતૃત્વ, એડવેન્ચર એક્ટિવિટી, સામાજિક સેવા વગેરે બાબતોની વિશેષ તાલિમ મળવાના કારણે વિદ્યાર્થીઓમાં NCCનું વિશેષ આકર્ષણ હોય છે.
આજ કારણે બહાઉદીન કૉલેજમાં સારા શિક્ષણની સાથે NCCમાં એડમિશન માટે, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર અને રાજકોટ વગેરે જીલ્લાના વિદ્યાર્થીઓ આજે પણ બહાઉદીન કૉલેજમાં ઉત્સાહથી અભ્યાસ કરવા માટે એડમિશન લે છે. આ પ્રસંગે કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. જે. આર. વાંઝા સિનિયર પ્રાધ્યાપક ડૉ. પી.વી. બારસિયા, એનસીસી નેવલ ઓફિસર લેફ્ટીનેન્ટ ડૉ. દિનાબેન લોઢિયાએ સમગ્ર પસંદગી પ્રકિયાનું નિરીક્ષણ કર્યુ હતું અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.


