મનપાના કમિશ્નરનું આક્રમક વલણ : જૂનાગઢમાં જાેષીપરા ઓવરબ્રીજનાં ડાઈવર્ઝન પર ડામર ન પાથરતા કોન્ટ્રાકટરને રૂા. 1.25 લાખનો દંડ 

મનપાના કમિશ્નરનું આક્રમક વલણ : જૂનાગઢમાં જાેષીપરા ઓવરબ્રીજનાં ડાઈવર્ઝન પર ડામર ન પાથરતા કોન્ટ્રાકટરને રૂા. 1.25 લાખનો દંડ 

જૂનાગઢ તા. 24
જૂનાગઢ શહેરનાં રસ્તાઓની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ કરી અને જે તે એજન્સી કોન્ટ્રાકટરોને તત્કાલ કાર્યવાહી પુરી કરવા સુચના આપવામાં આવી હોય તેમજ જરૂરી માર્ગદર્શન પણ મનપાના કમિશ્નર દ્વારા આપવામાં આવતું હોય છે. પરંતુ જયારે સુચના મુજબ કામ ન થાય ત્યારે કમિશ્નર પ્રભવ જાેષી આકરૂ વલણ પણ અપનાવતા રહયા છે. આવો જ એક બનાવ બનવા પામેલ છે. જેમાં ઓવરબ્રીજના ડાઈવર્ઝન રોડ પર ડામર ન પાથરતા કોન્ટ્રાકટરને રૂા.1.25 લાખનો દંડ કમિશ્નર પ્રભવ જાેષીએ ફટકારતા ભારે હલચલ મચી જવા પામી છે. 
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જાેષીપરા ઓવરબ્રીજની કામગીરી દરમ્યાન ડાયવર્ઝન રોડ પર ડામર ન પાથરતા મનપા કમિશ્નરે મીરલ ઈન્ફ્રાસ્ટ્રકચર (અમદાવાદ) કોન્ટ્રાકટરને 
રૂા.1.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વહેલી તકે ડામર પાથરવાની તાકીદ પણ કરાઈ છે. જાેષીપરા ઓવરબ્રીજની કામગીરી સામે મનપા કમિશ્નર પ્રભવ જાેષી આક્રમક બન્યા છે. આ પ્રોજેકટના કોન્ટ્રાકટ મીરલ ઈન્ફ્રાસ્ટ્રકચર (અમદાવાદ) દ્વારા ડાયવર્ઝન રોડની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતા રૂા.1,25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. કોન્ટ્રાકટર દ્વારા જે સ્થળે ડાયવર્ઝન બનાવાયુ હતું જે અંગે સ્થાનિકો અને વાહન ચાલકો તરફથી વ્યાપક ફરીયાદો ઉઠી હતી. આ ફરીયાદોને ધ્યાને લઈ કમિશ્નરે એક બેઠક બોલાવી હતી. જેમાં કોન્ટ્રાકટરને ડાયવર્ઝન રોડ પર ડામર પાથરવાનું જણાવ્યું હતું. પરંતુ એ સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરતા કમિશ્નર આક્રમક બન્યા હતા અને રૂા.1.25 લાખનો દંડ ફટકાર્યો હતો અને વહેલી તકે અહીં ડામર પાથરવા જણાવ્યું હતું. જાે કામ નહી થાય તો ટેન્ડરની શરતો મુજબ ટેન્ડર કલોઝ કરવા સુધીની કાર્યવાહી કરાશે.