મિસાઈલ હુમલા બાદ યુએઈએ ઈરાન સાથેના સંબંધો તોડી નાખ્યા

મિસાઈલ હુમલા બાદ યુએઈએ ઈરાન સાથેના સંબંધો તોડી નાખ્યા

અબુ ધાબી,તા.૧૯:
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, સંયુક્ત આરબ અમીરાતે (યુએઇ) ઇરાન સાથેના તમામ વેપાર અને નાણાકીય વ્યવહારો તાત્કાલિક સ્થગિત કરવાની જાહેરાત કરી છે. યુએઇના વિદેશ મંત્રાલયના સંદેશાવ્યવહાર નિયામક અફરા અલ હમેલીએ જણાવ્યું હતું કે આ કડક પગલાં પ્રદેશમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે અને આગામી સૂચના સુધી આ સસ્પેન્શન યથાવત રહેશે. યુએઇએ ઇરાન પર તેની દરિયાઇ સરહદની અંદર અને બહાર બે બેલિસ્ટિક મિસાઇલો છોડવાનો આરોપ લગાવ્યા બાદ આ કડક ર્નિણય લેવામાં આવ્યો છે. યુએઇના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ ઇરાનથી આવતી બે બેલિસ્ટિક મિસાઇલોને ટ્રેક કરી હતી, જે જહાજોને નિશાન બનાવી રહી હતી અને સમુદ્રમાં પડી હતી.