વાત્રક, સાબરમતી અને શેઢી નદીમાં બેફામ ખનન

ખેડા નેશનલ હાઈવે પર રેતીથી ભરેલા ઓવરલોડ ડમ્પર કોઈ રોક ટોક વગર બેફામ ગતિએ દોડી રહ્યાં છે

વાત્રક, સાબરમતી અને શેઢી નદીમાં બેફામ ખનન

(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડા,તા.૨
ખેડા જિલ્લામાં આવેલી નદીઓના પટમાંથી મોટાપાયે ખનન કરવામાં આવી રહ્યું છે. ભૂમાફિયા વાત્રક, સાબરમતી અને શેઢી નદીમાં બેફામ ખનન રહ્યા છે. ખનન કરતા ડમ્પરો નેશનલ હાઇવે પર બેફામ દોડી રહ્યા છે, ત્યારે બેફામ દોડતા ડમ્પરો મામલે RTO અને ખાણ ખનીજ તંત્ર નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. ભૂમાફિયાઓ પર કંટ્રોલ રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્યારે હવે ભૂમાફિયા સામે કોણ કામગીરી કરશે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે? ખેડાના રસ્તા પર બેફામ રીતે ખનન કરેલી રેતી ભરેલા ડમ્પર અને ટ્રેલર જાેવા મળી રહ્યા છે. અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પર બેફામ ડમ્પરો દોડી રહ્યા છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આ મામલે કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. આ સાથે ખાણ ખનીજ વિભાગના સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ આ ખનન થઈ રહ્યું હોવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે.ખેડાની વાત્રક, સાબરમતી અને શેઢી નદીમાં બેફામ ખનન થઇ રહ્યું છે. ખેડા નેશનલ હાઈવે પર રેતીથી ભરેલા ઓવરલોડ ડમ્પર કોઈ રોક ટોક વગર બેફામ ગતિએ દોડી રહ્યાં છે. ધોળા દિવસે ડમ્પરો નેશનલ હાઈવે પર દોડી રહ્યા છે. જે કારણે પોલીસ, RTO અને ખાણ ખનીજ વિભાગ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. RTOના નિયમ વિરૂદ્ધ ડમ્ફરની બંને સાઈડ ઉપર અને પાછળના ભાગે દોઢ ફૂટની એક્સ્ટ્રા લોખંડની એંગલ આરટીઓના ખેડા ઇન્સ્પેકટર્સની પોલ ખોલી રહ્યા છે.નેશનલ રોડ પર નાના વાહનોવાળા પોતાનું ગુજરાન ચલાવતા હોય, ત્યારે આરટીઓ વિભાગ દ્વારા આવા લોકોને રોકીને દંડની કાર્યવાહી કરવામાં આવે છે. આવા ખાણ ખનીજ માફિયાઓને કેમ કોઈનો ડર નથી? ખેડા RTO અને હંમેશા ઓછા સ્ટાફની વાતો કરતા ખાણ ખનીજ વિભાગની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે.