વધાવી ગામે યુવતિએ ગળાફાંસો ખાધો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ર૧
જૂનાગઢ ગામે વધાવી ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ભરતભાઈ માધાભાઈ ચોરવાડાએ જાહેર કરેલ કે પોતાની મૃતક પુત્રી પુષ્પાબેન(ઉ.વ.૧૯)એ અગમ્ય કારણોસર પોતાની મેળે દુપટા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું જાહેર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.


