સમગ્ર દેશમાં તબાહી મચાવવા લશ્કરે તૈયબાએ ધમકી આપી
(એજન્સી) નવી દિલ્હી તા.૨૦:
પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદના સંગઠન લશ્કર-એ-તય્યબાના કમાન્ડર આમિર ઝિયાએ ખુલ્લેઆમ કાશ્મીરમાં આતંક ફેલાવવાની અને ભારતમાં વિનાશ મચાવવાની ધમકી આપી છે. આમિર ઝિયા પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (ર્ઁદ્ભ)માં લશ્કર-એ-તય્યબાનો કમાન્ડર છે. લશ્કરની ર્ઁદ્ભ વિગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આમિર ઝિયાએ ભારત તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે ‘ગાયની પૂજા કરતો આપણો પાડોશી આજે આપણને ધમકી આપી રહ્યો છે. તેઓ એટલા હિમતવાન થઈ ગયા છે કે તેઓ ર્ઁદ્ભ પર વિજય મેળવવાની વાત કરી રહ્યા છે, પરંતુ અમે અમારી લડાઈથી પાછળ હટીશું નહીં. અમે કાશ્મીરને આઝાદ કરીશું અને સમગ્ર ભારતમાં વિનાશ મચાવીશું. ગજવા-એ-હિન્દ માટે હવે બધાં જૂથોએ ભારત સામે એક થવાની જરૂર છે.‘


