વેરાવળ-સોમનાથમાં જાેખમી અને જર્જરીત ઈમારતો સામે કાર્યવાહી : 4 ઈમારતોનાં વિજ જાેડાણ કપાયા

વેરાવળ-સોમનાથમાં જાેખમી અને જર્જરીત ઈમારતો સામે કાર્યવાહી : 4 ઈમારતોનાં વિજ જાેડાણ કપાયા

ગીર સોમનાથ તા.25
ગીર સોમનાથ જીલ્લાનાં વેરાવળ સોમનાથમાં આવેલી ભયજનક અને જર્જરીત ઈમારતો સામે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જર્જરીત ઈમારતોનાં માલીકોને અગાઉ નોટીસ આપવામાં આવી હતી. અને ત્યારબાદ આવી ભયજનક ઈમારતોને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબકકામાં 12 જર્જરીત ઈમારતો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જાેખમી ઈમારતોનાં પાણી, વિજ જાેડાણ કાપવાની કાર્યવાહી શરૂ થતાં 4 ઈમારતોનાં વિજ જાેડાણ કાપી નાખવામાં આવેલ છે. 85 થી વધુ જર્જરીત ઈમારતો હોવાનું બહાર આવેલ છે. અને વારંવાર નોટીસ આપવા છતાં માલીકોની બેદરકારી સામે આખરે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મ્યુ. એન્જીનીયર ભગીરથસિંહ પઢીયારની રાહબરી હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તકે લોકોની જાનમાલની સુરક્ષાને લઈને પાલીકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે જર્જરીત ઈમારતો વહેલી તકે ખાલી કરવા પાલીકા તંત્ર દ્વારા આસામીઓને અપીલ કરવામાં આવી છે.