આજથી યુરોપીયન યુનિયનના ર૭ રાજદુતોની ટીમ ભારતના પ્રવાસે : ભારત-ઈેં વેપાર કરાર નિર્ણાયક તબક્કામાં
(એજન્સી) નવી દિલ્હી ત.૧૦:
યુરોપિયન યુનિયન (ઈેં) ની રાજકીય અને સુરક્ષા સમિતિના ૨૭ રાજદૂતોની એક ટીમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવેલ છે. આ ટીમ બંને પક્ષો વચ્ચેના સંબંધોને નવી ગતિ આપવા અને મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાના માર્ગો પર ચર્ચા કરશે. રાજદૂત ડેલ્ફીન પ્રોન્કના નેતૃત્વમાં, આ ટીમ ભારત
સરકારના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને સંરક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓને મળશે. આ મુલાકાત પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે ભારત અને ચ્શ્ વચ્ચે ૧૩મો રાઉન્ડની વાટાઘાટો છે, જેને બંને પક્ષો ડિસેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ આપવા માંગે છે. આ ટીમની મુલાકાતનો હેતુ આતંકવાદ, સાયબર સુરક્ષા અને દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવાનો છે.
સરકારના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે અત્યાર સુધીમાં ૨૩ માંથી ૧૧ પ્રકરણો પૂર્ણ થઈ ગયા છે, જેમાં કસ્ટમ્સ, ડિજિટલ વેપાર અને બૌદ્ધિક સંપત્તિ જેવા વિષયો શામેલ છે. જોકે, કૃષિ અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રો પર મતભેદો ચાલુ રહે છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોની આજીવિકાને સુરક્ષિત રાખવા માટે આ ક્ષેત્રોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, રશિયન તેલ ખરીદી અને પ્રસ્તાવિત કાર્બન ટેક્સ પર પણ ઈેં પર દબાણ લાવવામાં આવી રહ્યું છે, જેને ભારતે છુપાયેલા વેપાર અવરોધ તરીકે વર્ણવ્યું છે. સરકાર માને છે કે ઈેં સાથેનો આ કરાર ફક્ત આર્થિક સંબંધોને મજબૂત બનાવશે નહીં, પરંતુ ભૂ-રાજકીય મોરચે ભારતને પશ્ચિમી દેશોની નજીક પણ લાવશે. આ અઠવાડિયે ચ્શ્ વેપાર અને કૃષિ કમિશનરોની ભારતની મુલાકાત કરારને અંતિમ
સ્વરૂપ આપવા માટે બંને પક્ષોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સરકારનું વલણ સ્પષ્ટ છે કે કોઈપણ કરાર પરસ્પર ફાયદાકારક અને સમાન હોવો જોઈએ, જેમાં ભારતના વ્યૂહાત્મક અને આર્થિક હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય.


