ભગવાન દ્વારકાધીશને પુષ્પ શુંગાર સાથે કુંડલાભોગ મનોરથ દર્શન યોજાયા
(પ્રતિનિધિ દ્વારા) દ્વારકા તા.રર
દ્વારકા જગત મંદિરે મંગળવારના પુષ્પ શુંગારના પ્રથમ દિવસે સાંજે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન સમયે પુષ્પ શણગાર સાથે કુંડલાભોગ મનોરથ દર્શન યોજાયા હતા. તે દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.


