સમસ્ત બ્રહ્મ સમાજ, ભાવનગર દ્વારા ઈનામ વિતરણ તથા સન્માન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧ર
ભાવનગરમાં વર્ષોથી કાર્યરત સમસ્ત બ્રહ્મ સમાજ, ભાવનગર દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજનો ઈનામ વિતરણ તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધો.૧૦ થી પી.એચ.ડી સુધીના આશરે ૨૦૦ વિધાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ તાજેતરમાં પંચાયત તથા નગરપાલિકાની ચૂટણીમાં ચુટાએલા બ્રહ્મસમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મસમાજ દ્વારાયોજાયેલા કાર્યક્રમની શુભ શરૂઆત પ.પૂ. મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ્રેરણાનંદજી મહારાજના શુભ હસ્તે દિપ પ્રગટાવી કરવામાં આવી. અધ્યક્ષસ્થાને નિ.આઈજીપી શશિકાંત ત્રિવેદી હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત વિધાનસભાસચિવ ચેતનભાઈ પંડ્યા. ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાઘવા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, બ્રહ્મ અગ્રણી તથા બનાસકાંઠા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, સાઈબાબા ટ્રસ્ટનાં ડો. રાજુભાઈ પાઠક, પો.સ.ઈ વિજયભાઈ પંડ્યા, સહયોગી શુભેછક પરશુરામ યુવા મંડળના પ્રમુખ કેતનભાઈ વ્યાસ, બ્રહ્મ અગ્રણી ગૌતમભાઈ દવે તેમજ સમાજના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી એસ.ડી.રાવલ તથા ખજાનચી દીપકભાઈ વ્યાસ ટ્રસ્ટી મહિપતભાઈ ત્રિવેદી, કિશોરભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ મહેતા, જગદીશભાઈ ધાંધલ્યા, કૌશિકભાઈ ચાંદલિયા, દિગંતભાઈ ઓજા તથા યુવાટીમના ભાવિનભાઈ ત્રિવેદી,પ્રશાંતભાઈ જાની પ્રણવભાઈ દવે રિતેશભાઈ આચાર્ય તથા અમિતભાઈ ત્રિવેદીએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહયોગી શુભેછક સંજયભાઈ રાવલ તથા નિકુંજભાઈ પંડયાએ કરેલ.


