અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં પણ દાનચોરીના આક્ષેપો : તપાસ શરૂ

અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં પણ દાનચોરીના આક્ષેપો : તપાસ શરૂ

(એજન્સી)       નવી દિલ્હી, તા.4
અયોધ્યાના રામ મંદિરમાં દાન અને ચઢાવામાં ગેરરીતિનો મામલો હજુ શાંત પણ નથી થયો ત્યાં ઉત્તરાખંડના પ્રખ્યાત મોક્ષધામ બદરીનાથ મંદિરથી પણ ચઢાવો ચોરી થવાનાં ગંભીર આરોપો લાગ્યા છે. ધામિર્ક સંગઠન 'ભૈરવ સેના' એ બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ને પત્ર લખીને સમિતિનાં અધ્યક્ષના અંગત મદદનીશ (PA) પર ચોરીનાં ગંભીર આક્ષેપો કર્યા છે. આ ફરિયાદ મળ્યાં બાદ મંદિર સમિતિનાં સીઈઓ સોહન સિંહ રાંગડે સંબંધિત કર્મચારી સહિત ડ્યુટી પર હાજર તમામ કર્મચારીઓને નોટિસ જારી કરીને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે. ભૈરવ સેના સંગઠનના સ્થાપક અધ્યક્ષ સંદીપ ખત્રીના જણાવ્યાં અનુસાર, 2 જુલાઈના રોજ એક સીસીટીવી ફૂટેજમાં મંદિર સમિતિનાં એક કર્મચારી શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળ્યાં હતાં.