નેપાળમાં લાપતા લોકોની સંખ્યા વધીને રપ૦૦ : મૃત્યુઆંક ૬ર૬
ગુમ થયેલા લોકોમાં ૩ર૦ ભારતીય નાગરીકો : ૪૦૦ ભારતીયો તિબેટમાં ફસાયા સદ્દગુરૂ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનના ૭૭ યાત્રાળુઓનો કોઈ સંપર્ક નહીં
કાઠમંડુ, તા.૨૯
નેપાળમાં જળપ્રલયને પગલે સર્જાયેલી વિનાશલીલાના વધુને વધુ બિહામણા દ્રશ્યો બહાર આવી રહ્યાની સાથોસાથ ભોગ બનેલા તથા લાપતા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. હોનારતનો મૃત્યુઆંક ૬૨૬ થયો હતો. જ્યારે લાપત્તા લોકોની સંખ્યા ૨૫૦૦થી વધી ગઇ છે તેમાં ૫૭૫ ભારતીય સહિતના વિદેશી નાગરિકો છે. તિબેટમાં પાંચ મોત અને ૫૫૮ લોકો ગૂમ છે.
નેપાળ હોમારતના ત્રણ દિવસ પછી પણ સદ્દગુરૂ જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશનના ૭૭ યાત્રાળુઓનો કોઇ સંપર્ક નથી. નેપાળ પોલીસના સતાવાર રીપોર્ટ પ્રમાણે મૃતકોની સંખ્યા ૬૨૬ થઇ છે.
ખાસ કરીને લાપતા લોકોની વધતી સંખ્યા ચિંતાજનક છે જે મૃત્યુઆંક ઘણો ઉંચો હોવાના સંકેતરૂપ છે. ટનલમાંથી કેટલાંકને બહાર કાઢવામાં આવ્યા હોવા છતાં હજુ અનેક ફસાયેલા છે અને તેનો કોઇ સંપર્ક પણ નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત બચાવકાર્ય ચાલી જ રહ્યું છે.
નેપાળમાં ગત બુધવારે આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલન પછી બે નવા તળાવો બનવાથી જોખમ હજુ ટળ્યું નથી. જેમાંથી એક તળાવમાંથી સતત પાણી લીક થઈ રહ્યું છે, જ્યારે બીજા તળાવનું કદ વધી રહ્યું છે. નેપાળ-ચીન સરહદ નજીક ભૂસ્ખલન પછી આ બંને જળાશયો બન્યા છે. આ જ વિસ્તારમાં બુધવારે અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી. તીવ્ર પ્રવાહ પોતાની સાથે કાદવ, રેતી, કપચી અને મોટા ખડકોને વહાવીને નીચેના વિસ્તારોમાં લઈ ગયો હતો.આવી સ્થિતિમાં અધિકારીઓને ફરીથી પૂર અથવા ભૂસ્ખલનનો ભય સતાવી રહ્યો છે.નેપાળમાં ભયાનક પૂર પછી પણ સ્થિતિ ગંભીર છે. UN અનુસાર, હજારો પરિવારોને ભોજન અને પીવાના પાણીની જરૂર છે.રાહત અને બચાવ માટે ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ મદદ વધારી છે. યુરોપિયન યુનિયન, કેનેડા અને અમેરિકાએ નેપાળને રાહત સામગ્રી અને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.


