એશિયાકપમાં ભારતની જીત બાદ હાઈડ્રામા 

પાક.બોર્ડના ચેરમેન ટ્રોફી-મેડલ હોટલમાં લઈ ગયા: ભારતીય ખેલાડીઓએ પીસીબી ચેરમેનના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઈન્કાર કરી  દીધો હતો : ટીમ ઈન્ડિયાએ ટ્રોફી વગર જ ઉજવણી કરી :  વિવાદ સાથે શરૂ થયેલી ટૂર્નામેન્ટનો વિવાદ સાથે અંત

એશિયાકપમાં ભારતની જીત બાદ હાઈડ્રામા 

(એજન્સી)             દુબઈ તા.૨૯
એશિયાકપની ફાઈનલ મેચમાં પણ ભારતે પાકિસ્તાનને ધુળ ચાટતુ કરી દીધા બાદ મેદાન પર અંદાજીત બે કલાક હાઈડ્રામા ચાલ્યો હતો અને તનાવપૂર્ણ ઘટનાક્રમ સર્જાયો હતો. 
એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન એવા પાકિસ્તાનના પ્રધાન મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ભારતીય ખેલાડીઓએ ઈન્કાર કરી દીધા બાદ તેઓ ટ્રોફી અને વ્યક્તિગત મેડલો લઈને હોટલ પહોંચી ગયા હતા તેની સામે ભારતીય ક્રિકેટ બોર્ડે વાંધો પણ ઉઠાવ્યો છે.
દુબઈમાં રમાયેલા એશિયાકપના રોમાંચક ફાઈનલ જંગમાં તિલક વર્માએ બાજી પલટાવીને છેલ્લી ઓવરમાં 
ભારતને જીત અપાવી હતી. ભારતીય કેમ્પમાં જશ્નનો માહોલ છવાયો હતો. પાક ખેલાડીઓના મોઢા પડી ગયા હતા અને સીધા ડ્રેસીંગરૂમમાં પહોંચી ગયા હતા. પ્રેઝન્ટેશન સેરેમની માટે ફરી મેદાન પર આવવામાં પણ ઘણુ મોડુ કર્યુ હતુ. આ દરમ્યાન ભારતીય ખેલાડીઓ જશ્ન મનાવતા રહ્યા હતા.
પ્રેઝન્ટેશન સેરેમનીમાં એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન એવા પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી મોહસીન નકવી વિજેતા ટીમને ટ્રોફી આપવા હાજર થયા હતા. પહેલગામ હુમલા તથા ત્યારપછી ઓપરેશન સિંદુરથી યુદ્ધના માહોલને ધ્યાને રાખીને ભારતીય ખેલાડીઓએ તેમના હાથેથી ટ્રોફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
ભારતના અંતિમ ફટકાએ પાકિસ્તાની ટીમને આઘાતમાં મૂકી દીધી અને મેચ સમાપ્ત થયા પછી, લગભગ એક કલાક સુધી ડ્રેસિંગ રૂમમાં બંધ રહી. આ કલાક ખૂબ જ નાટકીય હતો. જ્યારે પાકિસ્તાન જીતવામાં નિષ્ફળ ગયું, ત્યારે ઁઝ્રમ્ બોર્ડના વડા મોહસીન નકવીએ ટ્રોફી અને મેડલ ચોરી લીધા. ભારતીય ટીમે ટ્રોફી વિના ઉજવણી કરી. પ્રેઝન્ટેશન દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાની હતાશા સ્પષ્ટ દેખાઈ, તેણે રનર-અપ ચેક ફેંકી દીધો.
ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ ૨૦૨૫ જીત્યો હતો. જોકે, આ વિવાદાસ્પદ ટુર્નામેન્ટનો અંત પણ વિવાદમાં આવ્યો હતો.