જૂનાગઢ : સોમનાથ પ્રયાગરાજ એકસપ્રેસ ટ્રેનનું સ્વાગત કરાયું

જૂનાગઢ : સોમનાથ પ્રયાગરાજ એકસપ્રેસ ટ્રેનનું સ્વાગત કરાયું

જૂનાગઢ તા.૮
જુનાગઢ રેલવે સ્ટેશન પર મધુર સોશ્યલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતીની આગેવાનીમાં નવી શરૂ થયેલી સોમનાથ પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેનનું આજે જૂનાગઢમાં પ્રથમ આગમન સમયે સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડનું હારતોરા સાથે સ્વાગત કરી ટ્રેન ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બલવંતભાઈ નલિયાપરા, યુસુફભાઈ શેખ, ભરતભાઈ ગોહિલ, યાસીનખાન પઠાણ, મહેન્દ્રભાઈ દવે, હરસુખભાઈ ડાંગર, પ્રકાશભાઈ ચુડાસમા રફિકભાઈ મુન્શી, યુસુફભાઈ શેખ, અબ્દુલ્લાભાઈ છત્રીવાલા સહિત આગેવાનોએ ટ્રેનનું સ્વાગત કર્યું હતું. મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા જૂનાગઢને લાંબા અંતરની ટ્રેન મળે તેની લાંબા સમયથી માંગ હતી, સોમનાથ થી પ્રયાગરાજ સુધી જતી ટ્રેનમાં અજમેર અને આગ્રા સહિતના ધર્મ અને પવિત્ર સ્થળોની કનેક્ટિવિટી મળતા સોમનાથ જુનાગઢ યાત્રાધામ રાષ્ટ્રીય કક્ષાના યાત્રાધામો સાથે જોડાશે. આ ટ્રેનની શરૂઆત થતાં લોકોમાં ભારે આનંદ છેવાયો છે. સલીમભાઈ ગુજરાતી અને આગેવાનોએ જુનાગઢ અને સોમનાથના લાંબા અંતરની ટ્રેનો આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયની સાથે સાથે જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો આભાર વ્યક્ત કર્યો હતો.