ભારતમાં પપ ટકા પરિવારો લોન પર નિર્ભર : દેવું કરવાનો ચિંતાજનક ટ્રેન્ડ

ભારતમાં પપ ટકા પરિવારો લોન પર નિર્ભર : દેવું કરવાનો ચિંતાજનક ટ્રેન્ડ

(એજન્સી)   નવી દિલ્હી તા.૦૨ :
દેશ હવે પશ્ચિમી દેશોની જેમ ક્રેડીટ કાર્ડ- ઈકોનોમી તરફ જઈ રહ્યો હોય તેવા સંકેત છે. માર્ચ ૨૦૨૧ના આંકડા મુજબ દેશમાં પરિવારો પરના લોન-ધિરાણનો રેશિયો જીડીપીના ૪૧.૩ ટકા જેવા સ્તરે પહોંચી ગયો છે અને છેલ્લા પાંચ વર્ષના ૩૮.૩ ટકા કરતા વધુ અને ખાસ કરીને છેલ્લા ૩ વર્ષથી તે સતત વધી રહ્યો છે.
વાસ્તવમાં ધિરાણનો એક સિદ્ધાંત છે તેનો પ્રોડકટીવ એટલે કે વળતર આપે તેવો ઉપયોગ, વ્યાપાર-ઉદ્યોગમાં તો તે પુરેપુરી લાગુ પડે છે પણ કૌટુંબિક દેવું એ સંપતિના સર્જન માટે હાલ એટલે કે આવાસ-ખરીદી કે તેવી મિલ્કત ખરીદી માટે હોય તો તે વધુ યોગ્ય ગણાય છે પણ ભારતીય પરિવારોમાં જે લોન લેવાનો ટ્રેન્ડ છે તે થોડો ચિંતાજનક છે.
દેશના ૫૫ ટકા પરિવારો એટલા માટે લોન-ધિરાણ મેળવે છે જે તેના રોજબરોજની આવશ્યકતાને પુરી કરી શકાય. આમ પરિવારને જે ખર્ચ અનિવાર્ય છે તેના માટે ધિરાણ મેળવવું પડે છે. તેમ રિઝર્વ બેન્ના નાણાકીય સ્થિરતા (ફાયનાન્સીયલ-એબીલીટી) રિપોર્ટમાં જણાવાયું છે.