ગુનાઓનો ભેદ ઉકેલવાની કામગીરીમાં જૂનાગઢ જીલ્લાની નેત્રમશાખા સમગ્ર રાજયમાં દ્રીતીય સ્થાને
ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નેત્રમશાખાને રરમાં એવોર્ડથી સન્માનીત કરતાં રાજયનાં પોલીસ વડા વિકાસ સહાય
જૂનાગઢ તા.૧ર
ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે. દરમ્યાન જૂનાગઢ રેંજના આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, "પોલીસ પ્રજાનો મિત્ર છે" તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે. જે અંતર્ગત જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પ્રતિક મશરૂના સીધા સુપરવિઝનમાં નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણા અને ૨૫ પોલીસ સ્ટાફ તથા એન્જીનીયરઓ ૨૪*૭ ફરજ બજાવે છે. Reward & Recognition Program એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્વારા રાજ્યના તમામ જીલ્લા દ્વારા વર્ષ ૨૦૨૫ના ક્વાર્ટર-૨ (તા.૧/૪/૨૦૨૫ થી ૩૦/૬/૨૦૨૫ સુધીના) સમયગાળા દરમ્યાન CCTV કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવેલ હતું. મુલ્યાંકન બાદ કમીટી દ્વારા ક્વાટર-૨માં(તા.૧/૪/૨૦૨૫ થી ૩૦/૬/૨૦૨૫ સુધી) જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર આપવામાં આવેલ છે. આમ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ૧૭ મી વખત એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણાની ટીમના વુ.પોલીસ કોન્સ. રૂપલબેન છૈયાને ગાંધીનગર ખાતે ડી.જી.પી. વિકાસ સહાય દ્વારા નેત્રમ શાખાને ૨૨ મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ ૧૭ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, જેમાં બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં તમામ વખત એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે, તેમજ ૩ વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે. વર્ષ એપ્રિલ-૨૦૨૧થી જૂન-૨૦૨૫ સુધી CCTV કેમેરાનો ઉપયોગ કરી જૂનાગઢ પોલીસ દ્વારા કુલ ૨૪૭૩ કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે. જે ૨૪૭૩ કેસો પૈકી ૨૩૮૬ કેસો જૂનાગઢ જિલ્લાના અને ૮૭ જેટલા કેસો રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, આણંદ, પાટણ, નડિયાદ, મોરબી અને સુરતમાં બનેલ બનાવનો ભેદ જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા ઉકેલાયેલ છે અને કુલ રૂા.૨૨,૭૩,૩૪,૪૫૦નો મુદામાલ રીકવર કરી પ્રજાને સુપરત કરેલ છે. હીટ શ્ રન - ૨૯૯ કેસ, કીડ્નેપીંગ- ૧૫ કેસ, ગુમ થયેલ વ્યક્તિ - ૩૯૯ કેસ, ખોવાયેલ વસ્તુઓ - ૭૩૩ કેસ (રીકવર કરેલ મુદામાલની રકમ ૨,૨૩,૬૧,૫૬૭/-) (મોબાઇલ ફોન, બેગ, પાલતુ પ્રાણી, પાકીટ, રોકડ રૂપિયા, ડોક્યુમેન્ટસ વિગેરે), લુંટ/ સ્નેચીંગ - ૩૨ કેસ (મુદામાલની રકમ : ૩,૨૦,૫૮,૪૯૪/- રૂ.), ચોરી - ૩૫૯ કેસ (મુદામાલની રકમ : ૧૬,૮૦,૦૯,૧૫૦/- રૂ.) (વાહન, રોકડ રૂપીયા, સોનાના દાગીના વિગેરે), ખુન-૧૪ કેસ, ખુનની કોશીષ-૮ કેસ, પ્રોહીબીશન : ૩૧૨ કેસ, આપઘાત : ૧૧ કેસ, છેતરપીંડી : ૪૦ (મુદામાલની રકમ : ૧૮,૨૬,૩૮૦/- રૂ), અન્ય : ૨૫૧ કેસ (મુદામાલની રકમ : ૩૦,૭૮,૮૫૯/- રૂ), કુલ ૨૪૭૩ કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે. જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખાના સુપરવીઝન અધિકારી પી.એસ.આઇ. પ્રતિક મશરૂ, પી.એસ.આઇ. એચ.પી.મકવાણા, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કોન્સ. રામશીભાઇ ડોડીયા, વિક્રમભાઇ જીલડીયા, અશોકભાઇ વઘેરા, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી, લાખાભાઇ ટિંબા, શિલ્પાબેન કટારીયા, અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર, વિજયભાઇ છૈયા, સુખદેવભાઇ કામળીયા, રૂપલબેન છૈયા, નરેન્દ્રભાઇ દયાતર, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જાેરા, ખુશ્બુબેન બાબરીયા, મિતલબેન ડાંગર, ભાવિષાબેન સીસોદીયા, જાનવીબેન પટોડીયા, એન્જીનીયર રીયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, કિશનભાઇ સુખાનંદી, ધવલભાઇ રૈયાણી, જેમીનભાઇ ગામી એમ કુલ ૨૫ સ્ટાફ દ્વારા CCTV કેમેરાથી ૨૪*૭ મોનીટરીંગ કરી અને કામગીરી કરવામા આવે છે. જૂનાગઢ નેત્રમ શાખાના સુપરવીઝન અધિકારી પી.એસ.આઇ. પ્રતિક મશરૂ, પી.એસ.આઇ. એચ.પી.મકવાણા અને તેમની ટીમને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, ડિસેમ્બર - ૨૦૨૧, એપ્રિલ - ૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન - ૨૦૨૨, સપ્ટેમ્બર -૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડિસેમ્બર -૨૦૨૨, ફેબ્રુઆરી -૨૦૨૩, એપ્રિલ - ૨૦૨૩ અને જુલાઇ - ૨૦૨૩, સપ્ટેમ્બર -૨૦૨૩(બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ફેબ્રુઆરી - ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), જુન – ૨૦૨૪ (બંને ક્વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), ઓક્ટોબર - ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં) માર્ચ – ૨૦૨૫ ( બંને ક્વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં) જુલાઇ-૨૦૨૫(બનાવનાં ભેદ ઉકેલવાની કેટેગરીમાં) નવેમ્બર-૨૦૨૫(બનાવનાં ભેદ ઉકેલવાની કેટેગરીમાં) પણ ડી.જી.પી. દ્વારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. દ્વારા ફક્ત ૪ વર્ષના અંતરે ૨૨ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા વર્ષ ૨૦૨૫ના ક્વાર્ટર-૨(તા.૧/૪/૨૦૨૫ થી ૩૦/૬/૨૦૨૫ સુધીના) સમયગાળા દરમ્યાન CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડી.જી.પી. વિકાસ સહાયના હસ્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં એવોર્ડ મેળવેલ અને જૂનાગઢ પોલીસનું ગૌરવ વધારતા નેત્રમ શાખાના સુપરવીઝન અધિકારી પી.એસ.આઇ. પ્રતિક મશરૂ, પી.એસ.આઇ. એચ.પી.મકવાણા, અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના આઈ.જી.પી. નિલેશ જાજડીયા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા કેશોદ ડિવીઝનના પોલીસ અધિક્ષક બી.સી.ઠક્કર, વિસાવદર ડીવીઝનના એ.એસ.પી. રોહીતકુમાર, જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી, જૂનાગઢ શહેર ડિવીઝનના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલીયા તથા માંગરોળ ડીવીઝનના ડી.વાય.એસ.પી. ડી.વી.
કોડીયાતર, એસ.સી.એસ.ટી. સેલ તથા જૂનાગઢ ગ્રામ્ય ડિવીઝનના ડી.વાય.એસ.પી. રવીરાજસિંહ પરમાર દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવેલ છે.


