જૂનાગઢના જલારામભકિતધામ ખાતે સમૂહ જનોઈ બદલવાનો અલૌકિક અવસર સંપન્ન થયો

જૂનાગઢના જલારામભકિતધામ ખાતે સમૂહ જનોઈ બદલવાનો અલૌકિક અવસર સંપન્ન થયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૯
જૂનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત જલારામ મંદિરમાં શ્રાવણી પૂનમ, બળેવ રક્ષાબંધન તા.૨૮-૮ના રોજ દર વર્ષની માફક આ વર્ષે પણ સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. ખુબ જ મોટી સંખ્યામાં રઘુવંશી જનોઈધારી ભાઈઓએ આ સુંદર પ્રસંગનો લ્હાવો લીધો હતો. લોહાણાના સારશ્વત ગોર, વિદ્વાન શાસ્ત્રી આનંદભાઈ પેરાણીએ વેદના મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નૂતન જનોઈ ધારણ કરવાનો સૌને લ્હાવો લેવડાવ્યો. આ પ્રસંગે ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા અને ઉપપ્રમુખ ગિરિશભાઈ આડતિયા પણ ઉપસ્થિત રહયા હતાં.