બેલ્જીયમની અદાલતે મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજુરી આપી
(એજન્સી) નવી દિલ્હી તા.૧૮
બેલ્જિયમના એન્ટવર્પ શહેરની અદાલતે ભાગેડુ ભારતીય હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટે ભારતીય એજન્સીઓની વિનંતી પર બેલ્જિયમ પોલીસ દ્વારા ચોક્સીની ધરપકડ કાયદેસર હોવાનું ઠરાવ્યું હતું.
જોકે, ચોક્સીને હજુ પણ ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો અધિકાર છે. જો તે અપીલ નહીં કરે અથવા તેની અપીલ નકારી કાઢવામાં આવે, તો તેને ભારત મોકલવાની પ્રક્રિયા આગળ વધશે.ભારતીય તપાસ એજન્સીઓની પ્રત્યાર્પણ વિનંતીને પગલે બેલ્જિયમ પોલીસે ૧૨ એપ્રિલના રોજ પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી મેહુલ ચોક્સીની ધરપકડ કરી હતી. તે હાલમાં જેલમાં છે.


