ગુજરાત નજીક અરબી સમુદ્રમાં ડીપ-ડીપ્રેશન : ભારે પવન ફુંકાશે

ગુજરાત નજીક અરબી સમુદ્રમાં ડીપ-ડીપ્રેશન : ભારે પવન ફુંકાશે

(બ્યુરો)        અમદાવાદ, તા.૩
ગુજરાતના દરિયાકાંઠાના નજીક અરજી સમુદ્રમાં એક સાયકલોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. ગત રાત્રે આ સિસ્ટમ  ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ છે. આ સિસ્ટમ છેલ્લા ૬ કલાકથી આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. સક્રિય થયેલી આ સિસ્ટમના પગલે ગુજરાતના દરિયાકાંઠાની આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસાદે મહાલ જોવા મળી શકે છે.